હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યું છે. ત્યારે અનેક લોકો ના રોજગાર પણ પડી ભાંગ્યા છે સાથે-સાથે ઘરવિહોણા ની પણ હાલત ગંભીર બની છેત્યારે રોજિંદા કમાતા લોકોની સ્થિતિ પણ લથડી છે. વિદેશમાં લગભગ મોટી સંખ્યામાં ભારત ના લોકો ધંધા-રોજગારના હેતુથી ગયા છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ત્યાં વસતા ભારતીય લોકો ને સલામત રીતે ભારત પરત લાવવા માટે આપણી વર્તમાન મોદી સરકાર તેમ જ પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો સહકાર રહ્યો છે.
ત્યારે ભારતીયો માટે પ્લેન તેમજ ભારતીય સંસ્થા અને સેવાકીય આહવાન કરીને સલામત પહોંચાડ્યા અને ભોજનની પણ વ્યવસ્થા કરી અને સાથે સાથે ભારતમાં સલામત રીતે પહોંચી શકે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરી. ત્યારે ત્યાં વસતા સુરતના ગુજરાતી લેવા પટેલ સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ને ધ્યાને લઈને એક સુંદર મજાનો લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું કે જેનો મુખ્ય હેતુ હાલ ચાલી રહેલા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં જે લોકો ના ધંધા-રોજગાર પડી ભાંગ્યા અને પાયમાલ થયા હતા તે લોકોની મદદ કરવાનો.
સેવાકીય પ્રવૃતિઓથી પ્રેરાઈને મોદીજીએ ત્યાંના લોકોનું કઈ રીતે ભારતીય પ્રત્યેનું ઋણ ઉતારવું તે હેતુ થી અમેરિકા ડલાસ માં સુરત ગુજરાતી લેવા પટેલ સમાજ ના લોકોએ કે જે અમેરિકામાં વસે છે. એવા ચંદ્રકાંત પટેલ, જૈન ભાઈ પટેલ દ્વારા અમેરિકામાં ભારતીય કાર્યક્રમનું આયોજન કર્યું તેમાં ભાવનાબેન મોદીએ વાત કરતાં જણાવ્યું કે તેમણે આ સેવાકીય કાર્યક્રમમાં ખૂબ જ સાથ સહયોગ આપ્યો.
અને ગુજરાતના ખ્યાતનામ અને ફેમસ એવા લોકગાયિકા ગીતાબેનનો રબારીનો સંપર્ક કર્યો અને સંપૂર્ણ સેવાકાર્યમાં સાથ સહકાર આપવાની ખાત્રી આપી તેમજ સાથે અમેરિકાના ડલાસ સિટીમાં ભજન-કીર્તન અને સંતવાણીનું તેમજ સાથે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાતી સમાજના લોકો અને સાથે સાથે વિદેશના અંગ્રેજ લોકો એ પણ હર્ષોલ્લાસથી લાભ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુક્રેન યુદ્ધમાં બેહાલ થયેલા લોકોની મદદ કરવાનો હતો ત્યારે ગીતાબેન રબારી ના મધુર અને સુંદર ગીતો પર 2 કરોડ 25 લાખ રૂપિયા નો વરસાદ ઝૂમી ઉઠ્યો અને ત્યાંના લોકોએ ગીતાબેન ના કાર્યક્રમ થી ખુશ થઈને ડોલર તેમજ પાઉન્ડનો વરસાદ વરસાવી દીધો.
ત્યારે ગીતાબેન અને ભાવના બેન ને જણાવતા કહ્યું કે લોકોની પરોક્ષ અને પરોપકારી રીતે કરેલું સેવાકીય કાર્ય ચોક્કસપણે સિદ્ધ થાય છે તેવું અમેરિકામાં વસતા ગુજરાતી લોકોએ સાબિત કરી બતાવ્યો છે અને કહેવાય છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુજરાતીઓનું નામ બોલાય છે. ગીતાબેન એ લોકડાયરાની રમઝટ બોલાવી ત્યારે લોકો ના સાથ અને સહયોગ થી સમાજ તરફથી બે કરોડ જેટલી રકમ એકત્ર થઈ જેનો ઉપયોગ માત્ર સેવાનો હતો.
સેવાકીય પ્રવૃત્તિ મા સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. ત્યારે કાર્યક્રમની મોટી સફળતા માટે દેશ-વિદેશથી ગીતાબેન રબારી ભાવનાબેન પટેલ ચંદ્રકાંત પટેલ અને જૈન પટેલ જેમને ઠેર-ઠેરથી અભિનંદન મળ્યા અને આ કાર્યક્રમમાં ગીતાબેન નો સાથ આપનાર અન્ય ગાયક સની જાદવ ને પણ અભિનંદન પાઠવ્યા. ખુબજ હર્ષોલ્લાસથી ભારતીય અને અંગ્રેજી લોકોએ અસુંદર લોકડાયરાની મજા માણી અને વિદેશમાં ગુજરાતી ગીતોની રમઝટ મહેકાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment