માલધારી પરિવારની બે દીકરીઓએ પોતાના પરિશ્રમથી BSFની આકરી ટ્રેનિંગ પૂરી કરીને, વતન આવેલી બંને દીકરીનું ગામના લોકોએ જોરદાર સ્વાગત….

Published on: 3:34 pm, Tue, 29 March 22

તમને જાણીને નવાઈ લાગશે કે એક જ પરિવારની બે દીકરીઓએ સમાજનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જે સમાચાર આપણા માટે ખૂબ જ ખુશી નીવાત કહેવાય ત્યારે ભરવાડ સમાજની એક જ પરિવારમાં રહેતી બે દીકરીઓએ પોતાના સમાજનું નામ મોખરે કર્યું છે. ત્યારે આ બંને દીકરીઓ ભરવાડ સમાજ છે 1 વર્ષ પહેલા આ બંનેની BSFમાં પસંદગી થઇ હતી.

તેથી તેઓ તેની ટ્રેનિંગ માં ગયા હતા તેમની ટ્રેનિંગ પૂરી થયા બાદ તેઓ પોતાના વતન પરત ફર્યા હતા ત્યારે તેમના ગામલોકો અને પરિવારજનો દ્વારા બંને દીકરીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ બંને દીકરીઓ મોડાસાના સાગવા ગામની દીકરીઓ છે.જેઓના નામ કૈલાસ બેન ભરવાડ અને અમીબેન ભરવાડ છે.

જ્યારે તેઓ BSFની આખરી સફળતાપૂર્વક ટ્રેનિંગ લીધા બાદ વતન પરત આવ્યા ત્યારે સમાજ અને ગામના લોકો દ્વારા આ બંને દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું. કંકુથી ચાંદલા કરી આખા માદર વતનમાં ગાંધી વરઘોડો કાઢીને દીકરીનો ભવ્ય સ્વાગત કરાયું અને પરિવારજનો અને ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

ગરબાની રમઝટ બોલાવી દીકરીઓને હાર પહેરાવી તેના પર ગુલાબની પાંખડીઓ નો વરસાદ કરવામાં આવ્યો આ બંને દીકરી સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભારે ભીડ સર્જાય, ત્યારે પરિશ્રમ અને સંઘર્ષનું પરિણામ જરૂર મળે છે એમ કહેવાય. આ દીકરીઓ એ સાબિત કરી બતાવ્યું.

તેના પરિવાર વિશે વાત કરીશું તો તેમની માતા કૈલાસ બેન ભરવાડ અને અમીબેન ભરવાડ મોડાસા ગામમાં ગાયો અને ભેંસો ચરાવી પરિવારમાં મદદ કરતા હતા અને તેમની બંને દીકરીઓ અભ્યાસ મોડાસાની બી.એ કોલેજ માં કરતી હતી પરંતુ આ બંને દીકરીઓ નું બાળપણ થી જ આર્મીમાં જોડાવા નું સપનું હતું.

તેથી તેમની મહેનત માટે કોલેજ પછીના સમય ભરતીમાં સિલેક્શન થાય તે હેતુથી દરરોજ પાંચ કિલોમીટર દોડતી હતી અને આશ્ચર્યની બાબત તો એ છે કે જ્યારે તેઓ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જતા ત્યારે બંને દીકરીઓ પાંચ કિલોમીટર દોડીને જતી. બન્ને બહેનોની મહેનત રંગ લાવી અને બીએસએફ માં સિલેક્શન થયું હતું.

અને બંનેની માતાએ જણાવતા કહ્યું કે અમારી દીકરીને બાળપણથી જ દેશની સેવા કરવાનું સપનું છે. અન્ય દીકરીના માતા-પિતા અને ભાઈનો પણ પૂરેપૂરો સહકાર મળ્યો હતો. ત્યારે અંતે એટલું જ કહીશ કે દીકરીઓ ને કમજોર ના સમજો દીકરીઓને જે બાબતમાં રસ છે. તે કરવામાં હિંમત આપો અને એમાં પુરેપુરો સહકાર આપો તો દીકરીઓ તેના સમાજનું અને આખા દેશનું ગૌરવ વધારશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માલધારી પરિવારની બે દીકરીઓએ પોતાના પરિશ્રમથી BSFની આકરી ટ્રેનિંગ પૂરી કરીને, વતન આવેલી બંને દીકરીનું ગામના લોકોએ જોરદાર સ્વાગત…."

Leave a comment

Your email address will not be published.


*