ગીતાબેન રબારીએ કહ્યું કે મને માતાજીની દયાથી જીવનમાં બધું મળ્યું છે પણ આ એક વસ્તુની ખોટ રહી ગઈ, મારે કોઈ…

ગુજરાતના જાણીતા અને લોકપ્રિય સિંગર ગીતાબેન રબારીને તમે બધા જાણતા જ હશો. ગીતાબેન રબારીને કચ્છી કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીતાબેન રબારી એ પોતાના સુંદર અવાજથી આખા ગુજરાતના લોકોનું દિલ જીતી લીધું છે. ગીતાબેન રબારીએ ખૂબ જ નાની ઉંમરમાં મોટું નામ બનાવ્યું છે.

ગીતાબેન રબારીના દરેક ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ છે. હાલમાં જ નવલા નોરતા ગયા છે અને આ નવરાત્રીમાં ગીતાબેન રબારી સુરતના મહેમાન બન્યા હતા. નવરાત્રીમાં ગીતાબેન રબારીના મધુર અવાજ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા હતા.

ત્યારે આજે આપણે ગીતાબેન વિશે કેવી વાત જાણવાના છીએ જે લગભગ મોટેભાગના લોકોને નહીં ખબર હોય. ગીતાબેન રબારીના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમના માતા-પિતા અને બે નાના ભાઈઓ હતા. પરંતુ ગીતાબેન રબારીના ભાગ્યમાં ભાઈનું સુખ લખ્યું જ ન હતું.

તેમના બંને ભાઈનું અકારે અવસાન થયું હતું. આજે ગીતાબેન રબારીના કોઈ સગા ભાઈઓ નથી. આ વિશે તેમને સોશિયલ મીડિયામાં વાત કરી હતી. ગીતાબેન રબારી એ એક વીડિયોમાં કહ્યું હતું કે, હું નાનપણથી મોટી થઈ ત્યારથી અત્યાર સુધી એક જ વાતની ખામી છે કે મારો કોઈ સગો ભાઈ નથી. ભાઈની ખોટ એમને જ ખબર પડે કે જેને ભાઈ હોતો નથી.

ગીતાબેન રબારીએ જણાવ્યું કે, મને ખૂબ જ દુઃખ થતું હતું કે મારે કોઈ સગો ભાઈ નથી. પછી હું ધીમે ધીમે સંગીત ક્ષેત્રમાં આગળ આવી અને માતાજીએ મને આ લાઈનમાં ખૂબ જ સારી ખ્યાતિ આપી અને સારું નામ કમાવડાવ્યું કે આજે સગા ભાઇ કરતા પણ સવાયા ભાઈ માતાજીએ આપ્યા છે.

હું જો વાત કરું તો રક્ષાબંધનમાં હું મારા 23 થી 24 ભાઈને રાખડી બાંધું છું અને મારા બધા ભાઈઓ એ મને આગળ વધવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મને ખૂબ જ ટેકો આપ્યો છે. મારા બધા ભાઈઓએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. માતાજીએ મને સંગીત ક્ષેત્રમાં જે સફળતા આપી છે. જે માટે હું માતાજીનો ખુબ જ આભાર માનું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*