હાઇવે પર એક ઝડપી ઇકો કાર રોડ પર પડેલા ઝાડ સાથે અથડાઈ, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ… વરસાદના કારણે રસ્તા ઉપર…

Published on: 5:25 pm, Mon, 10 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત એવી વિચિત્ર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જે જાણીને તમે પણ આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે આજરોજ બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રસ્તા પર પડેલા ઝાડ સાથે કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં એક યુવકનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે હાજર કેટલાક લોકો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટના પિલીભીત જિલ્લામાં આજરોજ બની હતી. અહીં કેટલાક મજૂરો ડાંગરની કાપણી કરીને ઘરે પાછા જવા માટે કારની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક ઈકો કાર ત્યાં આવે છે. ઈકો કારની અંદર પહેલેથી જ પાંચ લોકો બેઠેલા હોય છે. ત્યારબાદ ત્રણ મજૂરો ઇકો કારમાં બેઠા હતા.

ભારે વરસાદ પડવાના કારણે આગળ રોડ ઉપર એક ઝાડ તૂટીને નીચે પડ્યું હતું. ત્યારે ઇકો કાર ચાલેકે આ ઝાડ સાથે જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે લોકોની મદદથી ઇકો કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ મૃતક વ્યક્તિના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હાઇવે પર એક ઝડપી ઇકો કાર રોડ પર પડેલા ઝાડ સાથે અથડાઈ, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ… વરસાદના કારણે રસ્તા ઉપર…"

Leave a comment

Your email address will not be published.


*