મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દરરોજ અહીં દેશ વિદેશથી લાખો હરિભક્તો મુલાકાતે આવી રહ્યા છે. અહીં મુલાકાતે આવતા સૌ કોઈ લોકો અહીંના વર્લ્ડ ફેમસ મેનેજમેન્ટના વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી નગર 600 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. અહીં આવતા લોકોને જરાક પણ તકલીફ ન પડે તે માટે હજારો સ્વયંસેવકો છેલ્લા ઘણા મહિનાઓથી અહીં સેવા આપી રહ્યા છે. દેશના જાણીતા બિઝનેસમેન, દિગ્ગજ નેતાઓ અને મોટા મોટા કલાકારો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવી રહ્યા છે.
ત્યારે કચ્છની કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની મુલાકાતે આવ્યા હતા. ગીતાબેન રબારીએ પોતાના પરિવાર સાથે શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત દરમિયાન ગીતાબેન રબારી મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, શતાબ્દી મહોત્સવ એક અદભુત નજારો છે.
અહીં આવતા દરેક હરિભક્તોને શાંતિનો અનુભવ થાય છે. ગીતાબેન રબારી વધુમાં જણાવ્યું કે, તેમને તેમની 25 વર્ષની ઉંમરમાં આવો શતાબ્દી મહોત્સવ ક્યારેય નથી જોયો. કદાચ ભવિષ્યમાં પણ આવો શતાબ્દી મહોત્સવ ક્યારેય જોવા નહીં મળે. જે નજારો ખૂબ જ ભક્તિ ભાવથી જોવા મળી રહ્યો છે.
તેમને પ્રમુખસ્વામી મહારાજ વિશે વાત કરતા જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે જીવન જીવતા હતા. ગીતાબેન રબારી વધુમાં જણાવ્યું કે, જ્યારે દેશ વિદેશમાં કોઈ પણ સમસ્યા આવે ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થાના લોકો હંમેશા સેવા માટે તૈયાર રહે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બાળકો માટે અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે બાળકો માટે અહીં બનાવવામાં આવેલી બાળનગરી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ગીતાબેન રબારી ઉપરાંત કિંજલબેન દવે પણ અહીં પોતાના પરિવાર સાથે મુલાકાતે આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment