મહાશિવરાત્રી જુનાગઢ માં યોજવામાં આવતા મેળામાં હાલના ચાલુ વર્ષે કોરોના ને લઈને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધિ કરી મેળા ની પરંપરા જાળવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે મેળા ના સમયગાળા દરમ્યાન જૂનાગઢમાં બહારથી આવતા પ્રવાસીઓની ભીડ એકત્ર ન થાય તે માટે ગિરનાર પર ચાલતા રોપ વેને આજથી 11 માર્ચ સુધી બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિવરાત્રિના મેળા ના સમયગાળા દરમિયાન જૂનાગઢમાં રોપવે માં બેસવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી શક્યતા રહેલી છે જેથી આજરોજ થી 11 માર્ચ સુધી રોપ વે બંધ રાખવાનો નિર્ણય રોપવે નું સંચાલન કરતા અધિકારીઓએ દાવો કર્યો છે.આ પહેલા પણ જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને સાધુ સંતો સાથે એક બેઠક મળી હતી.
જેમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ના ઇન્દ્રભારતી મહારાજ અને અન્ય સાધુ-સંતો ઉપરાંત મેયર ધીરુભાઈ ગોહેલ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડીસી એફ ડો. સુનીલ બેરવાલ, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ભાવેશ વેકરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સર્વનુમતે શિવરાત્રીનો મેળો મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહાશિવરાત્રીના મેળામાં ભારતી 15 લાખ ભાવિકો આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ન થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રિના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને સાથે મેળામાં આવતા લાખો ભાવિકો અને અન્નક્ષેત્ર પણ ન આવવા ઉતારા મંડળે અપીલ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment