સુરતમાં કમા સાથે એક સેલ્ફી પડાવવા છોકરીઓએ પડાપડી કરી, હજારો લોકો કમાને જોવા માટે આવ્યા… જુઓ કમાની રોયલ એન્ટ્રીનો વિડીયો

મિત્રો રાતો રાત સેલિબ્રિટી બની ગયેલા કમાનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ રહ્યું છે. ત્યારે કમાભાઈ સુરતની મુલાકાતે આવ્યા છે. કમાભાઈ બે દિવસની સુરતની મુલાકાતમાં સુરતના વરાછામાં એક લોક ડાયરામાં મુલાકાત લીધી ત્યારબાદ બીજા દિવસે પર્વત પાટિયામાં આવેલી એક મોબાઇલ શોપ માં કમાભાઈ પોતાની હાજરી આપી હતી.

સુરતમાં કમાભાઈ ખુલ્લી કારમાં જોરદાર એન્ટ્રી કરી હતી. કમા સાથે સેલ્ફી લેવા અને હાથ મિલાવવા માટે લોકોએ પડાપડી કરી હતી. મિત્રો રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈ ને હવે લોકો મહેમાન તરીકે આમંત્રણ આપે છે. સુરતમાં રાત્રે એક ડાયરાનું આયોજન હતું તેમાં કમાભાઈ પોતાની હાજરી આપી હતી.

કમાભાઈને જોવા માટે હજારો લોકો આવ્યા હતા. કમાભાઈ સાથે સેલ્ફી લેવા માટે છોકરીઓ સહિતના લોકો પડાપડી કરી રહ્યા હતા. મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો કે કમાભાઈ ને મળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. કમાભાઈ સુરતમાં કરેલી રોયલ એન્ટ્રી નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોલીવુડ સુપરસ્ટાર કરતાં પણ વધારે લોકપ્રિયતા કમાને મળી રહે છે. મિત્રો કમાભાઈને ડાયરામાંથી કે અન્ય જગ્યાએથી કોઈ પણ પ્રકારની આવક થાય છે તે રૂપિયા કમાભાઈ પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાન કરી દે છે.

ગુજરાતમાં કોઈપણ જગ્યાએ ડાયરા હોય ત્યાં કમાભાઈ ની હાજરી હવે ફરજિયાત બની ગઈ છે. કમાભાઈને ઘણા ડાયરામાં ધુણાવામાં આવે છે. તેને લઈને કેટલાક કલાકારો હોય પોતાના નિવેદનો આપ્યા હતા. કમાભાઈને ડાયરામાં ધુણાવાના મુદ્દે કિર્તીદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે, દિવ્યાંગ બાળકોને પ્રેમ કરવો જોઈએ આવા બાળકોનો મિસ યુઝ ન કરવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*