લ્યો બોલો..! ભુક્કા બોલાવતી ગરમીમાં બોટાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ… જુઓ વાયરલ વિડિયો…

ગુજરાત સાહિત્ય સમગ્ર દેશભરમાં ચારેય બાજુ ભુક્કા બોલાવતી ગરમી પડી રહે છે. આવી ગરમી વચ્ચે ગુજરાતના અમુક વિસ્તારોમાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ગુજરાતના બોટાદ જિલ્લાના ઢસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. ઉનાળાની ઋતુમાં ચોમાસાની ઋતુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ચારેય બાજુ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને અચાનક જ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વિગતવાર વાત કરીએ તો ઢસા, જલાલપુર, માંડવા, વિકળીયામાં માવઠું પડતા જ ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે.

આટલું જ નહીં પરંતુ કમોસમી વરસાદ શરૂ થતાં જ ઢસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ચાલી ગઈ હતી. આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં વરસાદને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કમોસમી વરસાદ પડ્યો તો ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે.

આટલું જ નહિ પરંતુ હવામાન વિભાગે આગામી અમુક દિવસો માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે પડી રહેલા વરસાદનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે ઉનાળાની ઋતુમાં ચોમાસાની ઋતુની જેમ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારી ગીર પથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોરે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા.

ભારે પવનના કારણે વીજના પોલ ધરાશે થતા આસપાસના ગામમાં વીજ સુવિધા ખોવાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના અમરેલી અને ગેરમથકમાં જો કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોને પાકને નુકસાન થવાની બીક સર્જાઈ રહી છે. આ ઉપરાંત ગીરપથકમાં વરસાદના કારણે કેસર કેરી, ઘઉં, ચણા જવા સહિતના પાકમાં મોટું નુકસાન થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*