મિત્રો આ વર્ષે નવરાત્રીનો ઉત્સાહ જ કંઈક અલગ છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મોટા મોટા પાર્ટી પ્લોટ અને જાહેરમાં મોટા ગરબાનું આયોજન થયું ન હતું. જ્યારે આ વર્ષે કોરોનાની મહામારી ખૂબ જ ઓછી થઈ જતા લોકોમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રિના આયોજન થઈ રહ્યા છે.
આ વર્ષે અનેક જાણીતા કલાકારો અલગ અલગ શહેરમાં જઈને પોતાના સુંદર અવાજથી ગરબાની મહેફીલ જમાવશે. મિત્રો આ વર્ષે સુરતમાં પણ સી.બી.પટેલ હેલ્થ ક્લબ, વી.આઈ.પી રોડ વેસુ ખાતે ચાલુ વર્ષે ટી સેવન ઇવેન્ટ્સ દ્વારા કે.ડી એમ જાણકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે અહીં ફ્રી નવરાત્રીનું આયોજન હતું.
આજરોજ અહીં જાણીતા ગાયક કલાકાર ગીતાબેન રબારી પોતાની ટીમ સાથે અહીં ગરબાની મહેફીલ જમાવવા આવશે. ગીતાબેન રબારીના મધુર અવાજ પર શેરીજનો ગુંજી ઉઠશે. કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી કોઈ પણ મોટી નવરાત્રીનું આયોજન થયું ન હતું. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર ખૂબ જ ઓછો થઈ ગયો છે. તેથી રાજ્યના અનેક વિસ્તારોમાં મોટી મોટી નવરાત્રીના આયોજનો કરવામાં આવ્યા છે.
ત્યારે સુરતમાં પણ ટી સેવેન ઇવેન્ટ દ્વારા 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન સી બી પટેલ હેલ્થ ક્લબ, વીઆઈપી રોડ વેસુ ખાતે 9 દિવસ દરમિયાન કે.ડી એમ ઝલકાર નવરાત્રી થશે. આ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વિવિધ પ્રકારના ઇનામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેના કારણે આ નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
View this post on Instagram
આ વેબસાઈટ પરથી તમે જાણકાર નવરાત્રીના પાસ અને ટિકિટ મેળવી શકો છો.
https://teeseven.in/
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment