ક્યારેક તો આપણી સમક્ષ એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેનાથી સૌ કોઈ લોકો દંગ થઈ જાય ત્યારે આજે આપણે એક એવા દ્રશ્યો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામે ક્યારેય ન જોયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. વાત જાણે એમ છે કે ગ્રામજનોને એક પાર્થિવ દેહ ના અંતિમ સંસ્કાર કરવા માટે નદીમાંથી પસાર થવું પડે છે.
ત્યારે કહી શકીએ તો એ ગામમાં હજુ વિકાસ થયો ન હોય. એક બાજુ ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સંપૂર્ણ વિકાસ પાણીમાં ગયો હોય એવું લાગી રહ્યું છે.આ દરેક ગામમાં જનતાને પાયાની સુવિધા પ્રાપ્ત થાય એ માટે તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે.
એ દ્રશ્યો પરથી ફલિત થાય છે કે ખરેખર એ જમીનની હકીકત કંઈક અલગ દેખાય છે. વિસ્તૃતમાં જણાવીશ તો એક ગામમાં એક આધેડના મૃત્યુ બાદ તેમની અંતિમ સંસ્કાર કરવા માટે અને અંતિમ ક્રિયાઓ માટે તેઓ માજુમ નદીમાં ઉતરીને મૃતદેહને લઈ જવા તથા ત્યાંની અંતિમ ક્રિયાઓ માટે લાકડા પણ સાથે પાણીમાં થઈને લઈ જવા પડ્યા એવો વારો આવ્યો.
ત્યારે એ વિડિયો પ્રકાશમાં આવી જતા તમે પણ જોશો તો તમે પણ કહેશો કે આવા નદીના વહેણમાં જીવનો જોખમ દાખવી અંતિમ ક્રિયાઓ માટે સ્મશાન સુધી પહોંચવું પડે છે. એક જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ રહેશે. આવું એક વાર નહીં પરંતુ જ્યારે પણ ગામમાં કોઈ લોકોનું મૃત્યુ થાય છે.
ત્યારે દરેક લોકોને એ મૃતકની અંતિમ ક્રિયા અને અંતિમ સંસ્કાર માટે એ નદીમાં ઉતરીને એ નદીના વહેણ માંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે કહીએ તો મૃતકને જીવતા તો સુવિધા ન મળી પણ મર્યા પછી પણ તેને મોતનો મલાજો જળવાયો નથી. જે બિલકુલ સાચું સાબિત આ વીડિયો પરથી કહી શકશો.
મોડાસામાં નદીમાંથી નીકળી અંતિમયાત્રા…! પાર્થિવદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે ગામના અને પરિવારના લોકોને કરવું પડ્યું એવું કાર્ય કે – જુઓ વિડિયો pic.twitter.com/hkTr8Rxo1m
— GUJJU ROCKZ (@gujju_rockz) July 28, 2022
ચોમાસા જેવી ઋતુમાં તો માત્ર મૃતદેહ જ પાણીમાં થઈને લઈ જવો પડે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પણ ગામની જનતાને પોતાના કામકાજ અર્થે જવાનું હોય કે પછી બાળકોને અભ્યાસ માટે એ બધા જ લોકોની તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે મોદરસુમા થી મુરોજ વચ્ચે આવતી માસુમ નદી પર બનાવવામાં આવે તો ગ્રામજનોની બધી જ તકલીફો દૂર થઈ શકે તેમ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment