મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિના મૃત્યુનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં અખાડામાં કુસ્તી રમતા-રમતા એક કુસ્તીબાજે પોતાનો જીવ ગુમાવ્યો છે.
કુસ્તી રમતી વખતે તેની સાથે કંઈક એવું બન્યું કે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને તેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કુસ્તીબાજની ઉમર 28 વર્ષની હતી. આ ઘટના બિહારના લખીમરાયમાંથી સામે આવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે અખાડામાં બે કુસ્તીબાજો કુસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન એક કુસ્તીબાજની ગરદન તૂટી ગઈ હતી. આ કારણોસર તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ઘટના બનતા જ ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસને માહિતી આપવામાં આવી છે. મૃત્યુ પામેલા કુસ્તીબાજના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેનો જીવ લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ કુસ્તીનું આયોજન લખીસરાયના મેદની ચોકીના હુસૈના ગામમાં કરવામાં આવ્યું હતું. જેમાં અહીં રાજ્યના ઘણા પહેલવાનો કુસ્તી કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન બે કુસ્તીબાજુ વચ્ચે કુસ્તીની મેચ થાય છે. આ દરમિયાન એક કુસ્તીબાજ બીજા કુસ્તીબાજને કમરથી પકડીને જમીન પર પછાડે છે.
નીચે પડવાના કારણે તૂટી ગઈ હતી અને તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા કુસ્તીબાજનું નામ ત્રિપુરારી યાદવ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. ત્રિપુરારી પહેલવાનનું મૃત્યુ થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
કુસ્તી રમતા-રમતા કુસ્તીબાજનું ઘટના સ્થળે મોજ, લોકોની નજર સામે અચાનક કંઈક એવું બન્યું કે…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/E6tj1NLhU7
— GUJJU ROCKZ (@gujju_rockz) January 28, 2023
જે પામેલા પહેલવાન ના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેનો જીવ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વીડિયોને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment