ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ફરી એક વખત પોતાના સંવેદના પુર્ણ નિર્ણયની ઝલક આપવામાં આવી છે. વિજય રૂપાણી દ્વારા રેસ્ટોરેન્ટમાં ‘ટેઇક- અવે’ સુવિધા માટે હવે 10 વાગ્યાની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે.રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લાખો નાના-મોટા કર્મચારીઓને રાહત આપતા નિર્ણયને લોકોએ ખૂબ વધાવ્યો છે.પાર્સલ ડીલવરી પર નભતા યુવાનોને પણ ફાયદો થશે અને પાર્સલ સેવાઓનો લાભ લેતા અનેક ગ્રાહકોને પણ આ નિર્ણયના કારણે સગવડ મળશે.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક સંવેદના પૂર્ણ નિર્ણય લીધો છે. નિર્ણય મુજબ રેસ્ટોરન્ટ પાર્સલ સુવિધા માટેની સમય મર્યાદા હવે દૂર કરવામાં આવી છે અને કોઈ પણ સમય મર્યાદા રાખવામાં આવી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના આ નિર્ણયના કારણે રેસ્ટોરન્ટમાંથી મોડી રાતે પણ પાર્સલ મેળવી શકાશે. જો રેસ્ટોરન્ટ ડીલવરી સર્વિસ આપતી હોય તો તે લાભ પણ મેળવી શકાશે.આ નિર્ણયના કારણે રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા લાખો નાના-મોટા કર્મચારીઓને રાહત મળશે . નિર્ણય થકી પાર્સલ ડિલિવરી પર નભતા યુવાનોને પણ ફાયદો થશે અને પાર્સલ સેવાઓનો લાભ લેતા ગ્રાહકોને પણ સગવડ મળશે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી ના કારણે રેસ્ટોરન્ટ, હોટલ ને ખાસ્સો ફટકો પડ્યો છે.હવે ધીરે ધીરે આ ક્ષેત્ર ફરી બેઠું થઈ રહ્યું છે અને આ નિર્ણયના લીધે તેમને સારો એવો ફાયદો થશે.
કોરોના મહામારી ના કારણે છેલ્લા પાંચ મહિનાથી આ ધંધા બંધ હોવાથી આ ની પર નભતા લાખો કર્મચારીઓ ને સારોએવો ફટકો મળ્યો હતો. આ કારણસર તે લોકોને પોતાના ઘર ચલાવવામાં અને દિવસ ના બે તક જમવામાં પણ મુશ્કેલી પડતી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને રાહત ના સમાચાર મળ્યા છે અને પહેલાની જેમ જ ફરી પાછા પોતાનું દૈનિક જીવન ચાલુ કરી શકે છે.