ગુજરાતમાં આ તારીખથી ખાનગી શાળાઓમાં RTE મુજબ વિદ્યાર્થીઓન પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા થશે શરૂ, જાણો વિગતો.

કોરોનાની મહામારી ને કારણે ગુજરાત રાજ્યમાં તમામ શાળા કોલેજો બંધ હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. એવામાં ગુજરાતમાં ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ફરજિયાત શિક્ષણ અધિનિયમો એટલે કે RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા 25 જૂનથી શરૂ થશે.

અને આ પ્રક્રિયા 5મી જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓ પાસે RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે 21 જૂન થી 5 જુલાઈ સુધીનો સમય છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે 20મી જુને પ્રવેશની જાહેરાત બહાર પાડવામાં આવશે. પ્રવેશની જાહેરાત બહાર પાડયા બાદ 21 થી 24 જૂન સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ એક્ટર કરવા માટે વાલીઓને સમય આપવામાં આવશે.

આ ઉપરાંત 25 જૂન થી 5 જુલાઈ એટલે કે વિદ્યાર્થીઓને RTE હેઠળ ફોમ ભરવા માટે 11 દિવસ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવશે.

ત્યારબાદ 5 જુલાઈથી 10 જુલાઇ સુધી એટલે કે પાંચ દિવસ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મ ચકાસણી કરવા માટે સમય લેશે. સમગ્ર પ્રક્રિયા બાદ 15 જુલાઈએ પ્રથમ પ્રવેશ પ્રક્રિયના રાઉન્ડ ની જાહેરાત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*