આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં જે પણ ઘટનાઓ ઘટી રહી છે તે માટે લોકો અને સરકારની આંખો ખોલવા મીડિયા ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. તે બદલ હું આમ આદમી પાર્ટી વતી તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા નો આભાર વ્યક્ત કરું છું.
27 જુલાઈના રોજ હું રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ થી પીડિત પરિવારની મુલાકાતે ગયો હતો. ત્યાં લોકો સાથે વાતચીત કરીને જાણવા મળ્યું કે ચોકડી ગામથી બીજા અન્ય 40 ગામોમાં દારુ વેચાય છે. ચોકડી ગામ ગેર કાનૂની દારૂનું કેન્દ્ર બની ગયું છે. ગામના લોકો નિખાલસ ભાવે આ માહિતી આપી હતી અને ત્યાં દરેક સમાજના લોકોએ સ્વીકાર્યું કે બરવાળા પોલીસ ચોકીના પીએસઆઇ ગંભીરસિંહ વાળા એ ખુબ જ સારું કામ કર્યું છે.
ગેરકાનૂની દારૂ બંધ કરાવવા પીએસઆઇ ઘણા પગલાં લીધા છે અને વિરોધ પક્ષમાં હોવાનો મતલબ એ નથી કે બધી જ વાતનો વિરોધ કરવો જોઈએ એટલે બોટાદના એસપી અને બરવાળા ના પી.એસ.આઇ દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે તેનો હું આમ આદમી પાર્ટી દ્વારા સરાહના કરું છું.
પીડિત પરિવારો અને ઈમાનદાર અધિકારીઓ અને જેટલા પણ લોકોએ ગુજરાતના ભલા માટે કામ કર્યા છે તે તમામ સાથે આમ આદમી પાર્ટી સાથે ઉભી છે અને તેમનો સહયોગ કરે છે. આ લઠ્ઠા કાંતિ ગુજરાતની છબી આખા દેશમાં ખરડાય છે અને આમ આદમી પાર્ટી એ રાજ્ય સભામાં પણ અવાજ ઉઠાવ્યો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય કક્ષાએ ગઈકાલે અમે દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટરને ઘેરવાનો કાર્યક્રમ કર્યો હતો. બોટાદમાં પણ ગઈકાલે મારા નેરૂત્યમાં ભાજપના એરપોર્ટને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આમ સંસદ થી લઈને સરકો સુધી આમ આદમી પાર્ટીએ ગુજરાતના લોકોનો અવાજ બનવાનું કામ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment