આપણા દેશના તમામ હિન્દુ લોકો હવે 22 જાન્યુઆરીની રાહ જોઈને બેઠા છે. કારણકે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ઘણા બધા નેતાઓ અને સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધી તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં આવેલા વીરપુરના જલારામ મંદિર દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કે મોટી જાહેરાત કરવામાં આવી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, વીરપુરના જલારામ મંદિર તરફથી રામ મંદિરમાં આજીવન બે ટાઈમનો થાળ ધરાવવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે 2020માં જ્યારે રામ મંદિર બનાવવાની જાહેરાત થઈ, ત્યારે વીરપુરના જલારામ મંદિરના ગાદીપતી રઘુરામ બાપુએ રામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ફોન પર વાત કરી હતી.
આ દરમિયાન રઘુરામ બાપુએ રામ મંદિરના ટ્રસ્ટીઓ સામે પ્રસ્તાવ મૂક્યો હતો કે, તેઓ આજીવન બે ટાઈમ રામ મંદિરમાં થાળ ધરાવશે. ત્યાર પછી રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment