મિત્રો ઘણી વખત આપણી સામે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જેના વિશે સાંભળીને આપણી આંખોમાં પણ આંસુ આવી જતા હોય છે. ત્યારે આજથી થોડાક દિવસો પહેલા બનેલી તેવી જે ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક પરિવાર ઉપર એવું દુઃખ આવી પડ્યું હતું કે સાંભળીને તમારું પણ હૈયુ કંપી ઉઠશે. આ ઘટનામાં એક જ ઘરના આંગણેથી બે સગા ભાઈઓની અર્થી ઉઠતા ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
નાના ભાઈના મૃત્યુ થયા બાદ મોટાભાઈ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ દિવસે પરિવારના બે જુવાનજોધ દીકરાઓના મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. બંનેની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એક સાથે બે ભાઈઓની અર્થી ઉઠતા અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા.
આ કાળજુ કંપાવી દેનારી ઘટના રાજસ્થાનના બાડમેરમાં બની હતી. અહીં આવેલા એક ગામમાં એક જ દિવસે બંને સગા ભાઈઓના મૃત્યુ થતાં આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. નાના ભાઈના મૃત્યુ થયા બાદ મોટો ભાઈ ઘરે પહોંચ્યો હતો. ત્યારે મોટો ભાઈ પાણીની ટાંકીમાં પડી ગયો હતો અને આ કારણોસર તેનું પણ મૃત્યુ થયું હતું. એક જ દિવસે બંને દીકરાઓના મૃત્યુ થતા માતા પિતાએ હૈયાફાટ રૂદાને કર્યું હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે બંને ભાઈઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટના બાડમેર ના સિંઘરી શહેરના હોડુ ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર હોડુ ગામનો 26 વર્ષનો સુમેરસિંહ ગુજરાતના સુરતમાં નોકરી કરતો હતો. 10 જાન્યુઆરીના રોજ સુમેરસિંહનો પગ લપસી જતા તે ધાબા ઉપરથી નીચે પડી ગયો હતો.
આ ઘટનામાં સુમેરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુમેરસિંહ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુમેરસિંહના મૃત્યુ બાદ તેના પાર્થિવ દેહને તેના ગામ લાવવામાં આવ્યું હતું. નાના ભાઈનું મૃત્યુ થતા જ મોટાભાઈ સોહનને ગામ બોલાવી લેવામાં આવ્યો હતો.
ત્યારે બીજા દિવસે સવારે ઘરથી થોડીક દૂર આવેલી પાણીની ટાંકીમાંથી સોહન પાણીની ડોલ ભરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે પાણીની ટાંકીમાં પડી ગયો હતો. આ કારણોસર તેનું પણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે નાનાભાઈ સુમેર સિંહનું મૃત્યુ થયું ત્યારે સોહનને એમ કહેવામાં આવ્યું કે પિતાની તબિયત સારી નથી એટલે તું ગામડે આવી જા. પ્રતિ માહિતી અનુસાર ઘણો બધો સમય થઈ ગયો છતાં પણ સો અને ઘરે પરત ફર્યો નહીં.
એટલે પરિવારના લોકોએ તેની શોધખોળ કરી હતી અને પરિવારના લોકો ટાંકી પાસે પહોંચ્યા ત્યારે તેમને ટાંકીમાં સોહનનું મૃતદેહ તરતું જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ સોહનના મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment