મિત્રો આપણને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયા દ્વારા અત્યાર સુધીમાં ઘણા લોકો રાતોરાત ફેમસ થઈ ગયા છે. એવા જ એક બા આજથી બે વર્ષ પહેલા ખૂબ જ ફેમસ થયા હતા. તેમને લોકો ગરબાવાળા બા પણ કહે છે. તો આજે આપણે તેમના જીવનની કેટલીક અનોખી વાતો જાણવાના છીએ. વર્ષ 2017માં 60 વર્ષેના રસીલાબેનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
આ વિડીયો એ તો ચારે બાજુ ધૂમ મચાવી દીધી હતી. આ વીડિયોમાં રસીલાબેન પોતાના એક અનોખા અંદાજમાં જ ગરબા લેતા જોવા મળ્યા હતા અને તેમની ગરબા લેવાની સ્ટાઈલ અને આ ઉંમરે તેમનો ગરબા લેવાનો જુસ્સો જોઈને લોકો ચોકી ઉઠ્યા હતા. ગરબા વાળા બાનો જુસ્સો આજે પણ એમને એમ જ છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે મુંબઈમાં રહેતા 66 વર્ષીય ગરબા વાળા માં સામાન્ય કુટુંબમાંથી આવે છે અને લોકોના ઘરમાં રસોઈ બનાવવાનનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
મુંબઈના કાંદીવાલી ખાતે આવેલું મહાનગરમાં રહેતા રસીલાબેન ઠક્કર લોકોના ઘરે રસોઈનું કામ કરે છે. રસીલાબેન કહે છે કે ‘હું રસોઈ બનાવવાનું કામ પતાવીને ગરબા રમવા જાવ છું.’ રસીલાબેન ને ગરબાનો પહેલેથી જ શોક છે. રસીલા બેને કહ્યું કે મૂળ અમે જામનગરના છીએ અને મારા મમ્મી પોરબંદર ના હતા. પરંતુ મારો જન્મ મુંબઈમાં જ થયો છે. હું માત્ર સાત ચોકડી ભણેલી છું.
પરિવારમાં હાલમાં મારી દીકરી સોનલ અને તેની દીકરી છે. મારી દીકરો અને વહુ હતા, પરંતુ થોડાક સમય પહેલા બંને ગુજરી ગયા છે. રસીલા બેને જણાવ્યું કે, તેઓ ધાણાજીરું ખાંડતા, હળદર એક દડતા. મેં લિજ્જત પાપડમાં પણ કામ કર્યું છે. હું જ્યારે 18 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હતા. લગ્ન થઈ ગયા પછી મેં મારા સાસરે પણ બહુ કામ કર્યું છે. મારા પતિ પહેલા દૂધનો ધંધો કરતા હતા, પણ એ બધું તો ઠીક. બસ આટલું બોલીને રસીલાબેન અટકી જાય છે.
વધુમાં રસીલા બહેને જણાવ્યું કે, હું 20-25 વર્ષથી એકલી રહું છું. અમારું મોહનનગર નું ગ્રુપ છે. હું તેમની સાથે ફાલ્ગુની (પાઠક)માં ગરબા રમવા જાવ છું. ત્યાં હું બધા સાથે ગરબા રમું છું અને ઘણા બધા લોકોને મારા ગરબા રમવાની સ્ટાઇલ ખૂબ જ પસંદ આવે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પહેલીવાર રસીલાબેન નો વિડીયો 2017 માં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે રસીલાબેન એક અનોખા અંદાજમાં જ ગરબા રમ્યા હતા અને તેમનો ગરબા રમવાનો જુસ્સો જોઈને આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને ત્યારબાદ તો બા રાતોરાત સેલિબ્રિટી બની ગયા હતા. તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયા બાદ તેને ટાટા કંપનીમાં પણ આમંત્રણ મળ્યું હતું. વર્ષ 2018 માં ફાલ્ગુની પાઠકે તેમને એવોર્ડ આપેલો અને ગરબા રોકાવીને 10 મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment