સોના-ચાંદીના ભાવમાં ઉચ્ચ સ્તરેથી ફરી ઘટાડો આવ્યો છે. ગઇકાલે શુક્રવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો થઈ ને 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. ચાંદીની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો થઈ પ્રતિ કિલો કિંમત 67700 રૂપિયા હતી.
તો દિલ્હીના બુલિયન બજારમાં ગઇકાલે શુક્રવારે સોનાની કિંમત 97 વધી અને પ્રતિ 10 ગ્રામ દીઠ 46257 રૂપિયા થઈ હતી. બીજી બાજુ ચાંદી ની 275 રૂપિયા તૂટીને પ્રતિ એક કિલોની કિંમત 66528 રૂપિયા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બુલિયન બજારમાં સુધારો,યુએસ બોન્ડ ની યીલ્ડ માં નબળાઈ અને ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડવાથી સોના ચાંદીના ભાવ વધ્યા હતા.
જેના પગલે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઝડપથી ઉછળીને સવા મહિના બાદ 48000 રૂપિયાની સપાટીને કુદાવી ગયા હતા તો ચાંદી પણ ઊછળી ને 68000 રૂપિયાની સપાટી કૂદાવી ગઈ હતી.
બુલિયન બજારના જાણકારો નું કહેવું છે કે, ડોલરની મજબૂતી ની સાથે ઊંચા મથાળે સોનામાં નફા વસૂલી નીકળતા કિંમતી ધાતુઓના ભાવ નબળા પડયા હતા.
આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1745 ડોલર અને ચાંદી ની કિંમત 25.15 ડોલર પ્રતિ ટ્રોય ઓસ થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment