સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમાં પણ તેલના ભાવમાં વધારો યથાવત રહ્યો છે. વધી રહેલા તેલના ભાવ થી મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે.
કોરોના ના કારણે પહેલેથી લોકો મોંઘવારી અને મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો તથા મધ્યમ વર્ગના લોકોને ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સીંગતેલના ડબ્બા માં દસ રૂપિયાનો વધારો થયો છે અને કપાસિયા તેલ ના ડબ્બા માં 30 રૂપિયાનો વધારો થયો છે. જોકે હવે સિંગતેલના ડબ્બાના ભાવ વધીને 2575 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.
અને કપાસિયા તેલ ના ડબ્બા નો ભાવ હતી 2140 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. આ તેલના ભાવમાં સતત વધારાથી ગૃહિણીઓ પરેશાન થાય છે.
જોકે ચાલુ વર્ષે દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે તેલના ભાવ પર છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચી રહા છે. જોકે હજુ પણ આગામી સમયમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઈ શકે.
તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલમાં દેશમાં અને રાજ્યમાં પણ એક તરફ પેટ્રોલ-ડીઝલના સતત ભાવવધારાથી લોકો હેરાન છે જેના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઇ ગયું છે ત્યારે આ ભાવ વધારાથી લોકો ચિંતામાં મુકાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment