દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ઘણી વખત ઘણા એવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ હચમચી જતા હોઈએ છીએ. ત્યારે ઓરિસ્સામાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિને અચાનક જ પેટમાં ખૂબ જ ભારે દુખાવો ઉપડ્યો હતો.
જેના કારણે તે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચ્યો હતો. ત્યારે ડોક્ટરે એક્સરે કરાવવાનું કહ્યું હતું. આ વ્યક્તિના પેટનો એક્સ-રે જોઈને ડોક્ટર પણ હચમચી ગયા હતા. કારણકે ડોક્ટરને એક્સ-રેમાં યુવકના પેટના આંતરડાના ભાગમાં એક ગ્લાસ ફસાયેલો દેખાયો હતો. આ ઘટના સામે આવતા જ આ ઘટનાની માહિતી ચારે બાજુ ફેલાવવા લાગી હતી અને આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો.
ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ઓરિસ્સાના બરહામપુર શહેરમાં બની હતી. અહીં એક યુવકના પેટના આંતરડાના ભાગમાં એક ગ્લાસ ફસાયેલો હતો. ડોક્ટરોએ યુવકનું ઓપરેશન કરીને આંતરડામાં ફસાયેલો સ્ટીલનો ગ્લાસ બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ એક ચોક આવનારો ખુલાસો થયો હતો.
આ ઘટના સાથે ગુજરાતનું કનેક્શન છે તેઓ ખુલાસો થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના ગુજરાતના સુરતમાં બની હતી. મળતી માહિતી અનુસાર સુરતમાં કાપડની ફેક્ટરીમાં કામ કરતા 45 વર્ષીય કૃષ્ણ રાવત નામના વ્યક્તિએ લગભગ દસ દિવસ પહેલા પોતાના મિત્રો સાથે મળીને દારૂ પાર્ટી કરી હતી.
આ પાર્ટીમાં તમામ મિત્રોએ ખૂબ જ દારૂ પીધો હતો. ત્યારે નશાની હાલતમાં કૃષ્ણ રાવતના મિત્રોએ કૃષ્ણ રાવતની પ્રાઇવેટ જગ્યા પર સ્ટીલનો ગ્લાસ ઘુસાડી દીધો હતો. આ દરમિયાન કૃષ્ણ રાવત નશાની હાલતમાં હતો તેથી તેને કોઈપણ પ્રકારની ભાન રહી ન હતી. ત્યારે બીજા દિવસે અચાનક જ તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. અચાનક જ પેટમાં દુખાવો ઉપડતા કૃષ્ણ રાવત સુરત છોડીને પોતાના વતન ઓરિસ્સામાં ચાલ્યો ગયો હતો.
ત્યાં પણ તેનું પેટ સતત ફુલવા લાગ્યું હતું અને તેને સતત પેટમાં દુખાવો થતો હતો. ત્યારબાદ પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો કૃષ્ણ રાવતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ ઓપરેશન કરીને કૃષ્ણ રાવતના પેટમાંથી સ્ટીલનો ગ્લાસ બહાર કાઢ્યો હતો. આ ચોકાવનારા કિસ્સાની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment