મામલો મેદાને ચડ્યો…! એડવોકેટ મેહુલા બોઘરાને ન્યાય અપાવવા માટે વકીલો રસ્તા પર ઉતર્યા અને વકીલોએ કરી એવી માંગણી કે…જુઓ વિડિયો

Published on: 5:23 pm, Wed, 24 August 22

સુરતમાં થોડાક દિવસો પહેલા TRB સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારનો વિવાદ હજુ સુધી થંભીયો નથી. આજરોજ સુરતના તમામ વકીલો દ્વારા એડવોકેટ મેહુલ બોઘરાને સમર્થન આપવા માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી સુરતના કોર્ટના ગેટથી કલેકટર ઓફિસ સુધી થઈને સીપી ઓફિસે પહોંચી હતી. રેલીમાં સુરતના તમામ વકીલો જોડાયા હતા. આ રેલીમાં નારાબાજી સાથે તમામ વકીલોએ તંત્રના ભષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા અને એડવોકેટ મેહુલ બોઘરા સાથે થયેલા અન્યાયને ન્યાય અપાવવા માટેની હુંકાર કરી હતી.

આ ભવ્ય રેલીના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મોટી સંખ્યામાં વકીલો રેલીમાં જોડાયા છે. તમામ વકીલોએ રેલી કરીને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. એડવોકેટ મેહુલ બોઘરા પર પ્રહાર કરનાર સાજન ભરવાડ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને ખોટી એટ્રોસિટીની ફરિયાદ નોંધનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ વકીલોએ રેલીમાં કરી હતી.

આ ઉપરાંત રેલીમાં તમામ વકીલો એડવોકેટ પ્રોટેકશન બિલની પણ માંગ કરી છે. મિત્રો ભણેલા ગણેલા અને તમામ કાયદાઓની જાણકારી ધરાવતા વકીલો સાથે આવી ઘટના બનતી હોય તો સામાન્ય જનતાની તો શું હાલત થતી હશે. જે દિવસે એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જીવલેણ પ્રહાર થયા તે દિવસે તંત્રના ભષ્ટ અધિકારીઓ સામાન્ય જનતા પાસેથી મન ફાવે તેમ દંડ ઉઘરાવી રહ્યા હતા.

ત્યારે આ લોકોને સોશિયલ મીડિયામાં ઉઘાડા પાડવા માટે એડવોકેટ મેહુલ બોઘરાએ તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સાજન ભરવાડ નામના TRB સુપરવાઇઝરે એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જાહેરમાં જીવલેણ પ્રહાર કર્યા હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા. આજરોજ વકીલો દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી તેનો માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે, આ મામલો હજુ પણ ખૂબ જ આગળ વધવાનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મામલો મેદાને ચડ્યો…! એડવોકેટ મેહુલા બોઘરાને ન્યાય અપાવવા માટે વકીલો રસ્તા પર ઉતર્યા અને વકીલોએ કરી એવી માંગણી કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*