દેશમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા થોડા દિવસોમાં દરરોજ ભાવ ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ કાલની સરખામણીમાં આજે 24 કેરેટ સોનાના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા નવ મહિનાની સરખામણીમાં સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 9730 રૂપિયા નો ઘટાડો થયો છે.
ઓગસ્ટ 2020 માં સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 60040 રૂપિયા અને ચાંદી નો પ્રતિ કિલો નો ભાવ 77840 રૂપિયા હતો ત્યારે તે સરખામણીમાં અત્યારે સોનાના ભાવમાં ઘટાડો થઈ ને પ્રતિ 10 ગ્રામ નો ભાવ 50310 રૂપિયા અને ચાંદી નો પ્રતિ 1 કિલો નો ભાવ 72200 રૂપિયા છે.
ઓગસ્ટ 2020 થી આજે આઠ મહિનાના આ સમયગાળામાં સોના નો ભાવ જોઈએ તો પ્રતિ 10 ગ્રામ 9730 રૂપિયા થયો છે. ચાંદીના ભાવ ની વાત કરીએ તો પ્રતિ 1 કિલો લગભગ 5640 રૂપિયાનો ઘટાડો થયો છે.
આજે ચાંદીનો ભાવ પ્રતિ 10 ગ્રામ 722.00 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામ ચાંદીનો ભાવ 7229 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 72200 રૂપિયા છે. કાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવ 200 રૂપિયાનો ઘટાડો થયો છે.
22 કેરેટ સોના ની વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 48310 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામ સોનાનો ભાવ 483100 રૂપિયા છે. કાલની સરખામણીમાં 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો.
કાલની સરખામણીમાં 24 કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ જોઈએ તો 50310 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામ સોનાનો ભાવ 503100 રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment