કોરોનના દર્દીને સારવાર માટે હવે આ બેંક આપશે લોન, જાણો કેટલા રૂપિયા સુધી મળશે લોન.

Published on: 8:09 pm, Sat, 12 June 21

દેશમાં કોરોનાની મહામારી ના કારણે કેટલાય લોકોના ભોગ બન્યા છે અને કેટલાય ગરીબ લોકો કોરોના ની સારવાર માટે પૂરતા પૈસા ન હોવાના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. એવા ભારતની સૌથી મોટી બેંક SBI કોલેટ્રલ ફી લોન સ્કીમ લોન્ચ કરી છે.

તેને પર્સનલ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં લોન લેનારને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જેમાં વ્યાજનો દર બીજી લોન કરતા ઓછો રાખવામાં આવશે.

SBI ના ચેરમેને કહ્યું કે એસબીઆઇ આ સ્કીમ લોન્ચ કરીને તેઓને ખૂબ જ ખુશી થાય છે. આના કારણે કોરોના ના દર્દીની સારવાર માટે પરિવારને ખૂબ જ સારું પડશે.

બેંક તરફથી ઓછામાં ઓછી 25 હજાર રૂપિયાની લોન મળશે અને તેનો વ્યાજનો દર 8.5 ટકા રહેશે. લોન લીધા બાદ ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ સમયની જોગવાઈ પણ હશે. આ લોન નો લાભ નોકરિયાત વ્યક્તિ, વેપારી કે પેન્શન ધારક લાભ લઇ શકે છે.

આ લોન માટે SBI વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. SBI કહ્યું કે આ લોન માત્ર કોરોનાની મહામારી માં લોકોની આર્થિક મદદ કરવા માટે છે.

દેશમાં કોરોના ના કેસ ની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 84,332 નવા કોરોના ના કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના થી ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા 2,79,11,384 પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના થી મૃત્યુ પામનાર લોકોનો આંકડો 3,67,081 પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનના દર્દીને સારવાર માટે હવે આ બેંક આપશે લોન, જાણો કેટલા રૂપિયા સુધી મળશે લોન."

Leave a comment

Your email address will not be published.


*