ભારતીય બજારમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. બુધવાર એમસીએક્સ પર સોનાનો ભાવ ઘટીને 47548 પ્રતિ 10 ગ્રામ થયો હતો જ્યારે ચાંદી નો ભાવ ઘટીને 71500 રૂપિયા થયો હતો.
આપને જણાવી દઇએ કે ઓગસ્ટ 2020 માં સોનાનો ભાવ 56200 રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા હતા. તે હિસાબ થી અત્યારે સોનું નવ હજાર રૂપિયા સસ્તું થયું છે.
બુધવારે એમસીએક્સ પર સોનાના વાયદામાં 0.18 ટકાના ઘટાડા સાથે 47548 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું અને મંગળવારે સોનાનો ભાવ 47640 પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદી ની કિંમત ની વાત કરવામાં આવે તો આજે તેમાં પણ ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ 71500 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1832.76 ડોલર પ્રતિ ઔંસ રહો જયારે ચાંદી ની 27.47 ડોલર પ્રતિ ઔંસ છે. ડોલર અને નેસ્ડેક પણ આ સમય પણ દબાણમાં છે.
જ્યારે યુએસ બ્રાન્ડ પણ નબળો થયો છે. કેન્દ્રની બેન્કો દ્વારા ગોલ્ડ હોલ્ડિંગ માં 250 ટન નો વધારો કર્યો છે એવામાં રોકાણકારો ફરી એકવાર સોના તરફ આર્કષિત થઈ શકશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment