દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વાસીઓને રામ જન્મભૂમિ ખાતે બિરાજમાન રામલલ્લાના ની:શુલ્ક દર્શન કરાવવાનું એલાન કર્યું છે. બુધવારે કેબિનેટની સ્પેશિયલ બેઠકમાં અયોધ્યા દર્શન યોજના સામેલ કરવામાં આવી છે.
દિલ્હીમાં મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનામાં રામેશ્વર,દ્વારકા, વૈષ્ણોદેવી, હરિદ્વાર, શેરડી સહિતના સ્થળો છે જ્યાં નીશુલ્ક મુસાફરી છે જેમાં અયોધ્યા નો સમાવેશ કરવામાં આવ્યો છે.આ યોજના અંતર્ગત મુસાફરોને એસી ટ્રેનમાં મુસાફરી અને રહેવા-જમવાની વ્યવસ્થા પણ દિલ્હી સરકાર ભોગવશે.
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન બાદ આ નિર્ણય લીધો હતો.તેમને ભગવાનને પ્રાર્થના કરી હતી કે તમામ દેશવાસીઓ ઝડપથી કોરોના ની મુસીબતમાંથી છૂટે જેથી તમામને દર્શનનું સૌભાગ્ય મળે તેમણે ઉમેર્યું કે તે વધુમાં વધુ લોકોને દર્શન કરાવી શકે તે માટે પૂરતા પ્રયાસો કરાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment