આજના યુગમાં અંગ દાન કરવું ખૂબ જ મહત્વનું દાન ગણવામાં આવે છે. આજના સમયમાં અંગ દાન કરવાથી કોઈ જરૂરિયાત મંદ લોકોને નવજીવન મળી રહે છે. ત્યારે તે એક પુણ્ય નું કામ કરી શકાય. ત્યારે આવા અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં કોઈ વ્યક્તિનો મૃત્યુ કે બ્રેન્ડેડ થતાં તેમના પરિવારજનો દ્વારા એ બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે છે. જેનાથી કોઈ પીડિત અને જરૂરિયાત મંદ લોકો ને નાની એવી મદદ કરી શકીએ. ત્યારે એવો જ કિસ્સો હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થી સામે આવ્યો છે કે જ્યાં અંગદાન થયું છે.
ત્યારે અંગ દાન વિશે વાત કરીશું તો અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા 59 વર્ષના હીરાબેન કણજારીયા કે જેમનો બ્રેનડેડ થતા તાત્કાલિક હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટર દ્વારા તેમનો બ્રાન્ડેડ થયું હોવાની જાણ થતા તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું. ડોક્ટર દ્વારા પરિવારજનોને અંગદાન વિશેની સમજુતી આપવામાં આવી, ત્યારે પરિવારજનો દ્વારા એ વાતમાં સહમત થઈને હીરાબેન અંગદાન કરવાનો નિર્ણય કર્યો.
ત્યારે ધન્ય ની વાત તો એ છે કે હીરાબેન અંગ દાન કરવાથી ત્રણ પીડિત દર્દીઓ નો જીવન દાન પ્રાપ્ત થયું છે.જે ખૂબ જ સારી બાબત જણાય છે. ત્યારે આજે આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગોના રેટરીઅલ માં મહત્વની ભૂમિકા ભજવતા એવા ડો. નિલેશ કાછડીયા કે જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ ત્યારે તેનો પ્રારંભ એટલે કે શરૂઆત ખુબ જ સરસ બતાવવામાં આવે છે. અને તેનો અંત પણ સારો જ હોય છે.
તો સૌ લોકોને જોવું ગમે છે, એવી જ રીતે આપણે જિંદગીનું છે કે જન્મ થાય ત્યારે સમગ્ર ઘરમાં ખુશી વ્યાપી હોય છે. અને મૃત્યુ થાય ત્યારે શોકનું મોજું ફરી વળે. આવું જ કંઈક જન્મ અને મૃત્યુ નું છે કે જે એક જિંદગીનો એક એવો ભાગ છે કે જ્યાં બંને વચ્ચે જ સુખદ અંતની પરિભાષા બની જાય તો એ છે અંગદાન. મૃત્યુ બાદ અંગ દાન કરવામાં આવે તો તેનાથી કોઈ પીડિત વ્યક્તિ ની નાની એવી મદદ કરી શકીએ અને તેને નવજીવન પ્રાપ્ત થઈ શકે તો આના જેવું વિશેષ સુખદ અંત અન્ય કોઈને મળે ખરા.
ત્યારે હીરાબેન બળદેવભાઈ કણજારીયા વિશે વાત કરીશું તો તેમના બાળકોને સમાજસેવા અને જ ઉપયોગી જીવન જીવવાના સંસ્કારોનું સિંચન હંમેશા કરતા હતા.અને સવાર-સાંજ નિત્યક્રમ ગીતાનો પાઠ કરી જીવનની બધી માયા મૂકી દીધી હતી. જ્યારે તેમના જીવનની અંતિમ ઘડીઓ આવી હતી, ત્યારે તેમનું બ્રેઈન અચાનક જ હેમરેજ થઈ ગયું. અને તરત જ બેભાન થઇ ગયા. ત્યારે તેમના પરિવારજનોએ એક પણ નો વિલંબ કર્યા વગર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે 15- 4- 2022 સાંજના છ વાગ્યે ડોક્ટર દ્વારા હીનાબેન ને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા.
ત્યારે તેમના જાગૃત દીકરાએ કે જેનું નામ સંદીપ છે..તો તેમના વિશે વાત કરીએ તો તેઓ 4 વર્ષ પહેલા દાહોદ ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગના ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલની STTO ના ટીમના તબીબો દ્વારા અંગદાન વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેથી સંદીપભાઈ એ તેમની માતાનો અંગદાન કરવાનું વિચાર્યું અને તેમની માતાને આઈસીયુમાં એડમીટ કરવામાં આવ્યા અને સંદીપભાઈ એ ત્યાં સુધી બહાર એક બોર્ડ માં લખેલી બધી સૂચનાઓ વાંચી.
જેને લીધે તેમના પરિવારજનોએ થોડોક પણ સમય વિલંબ કર્યા વગર અંગદાન માટે ની સંમતિ આપી દીધી અને પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. ત્યારે અમે જણાવતા કહીશું તો બ્રેઈન ડેડ હીરાબેનની બે કિડની અને લીવર મેળવામાં સફળતા મળી, ત્યારે તબીબો દ્વારા રદય નું દાંત મેળવવા માટે વારંવાર પ્રયાસો કરવામાં આવ્યા.
પરંતુ તે નિષ્ફળ નિવડયું માત્ર એક લીવરની સફળતા મળી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું છે કે અત્યાર સુધી આ હોસ્પિટલમાં અંગદાન આ મહાયજ્ઞમાં આજે 53 નીકળી ઉમેરવામાં આવી છે. ત્યારે સમાજમાં જાગૃતિ આવે અને આવી રીતે જો કોઈ વ્યક્તિ બેન્ડ થઈ જાય કે મૃત્યુ થઈ જાય તો તેનું અંગ દાન કરવામાં આવે તો મહત્વનું ગણાય જેથી બીજા લોકોને નવજીવન.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment