ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હવે દિલ્હી પહોંચી ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 18 ઓક્ટોમ્બર ને સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી. આ જાણકારી નીતિન પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ને આપી હતી.
જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોટા અપલોડ કર્યા હતા. મહત્વની વાત એ છે કે, ભુપેન્દ્ર પટેલ ની સરકારમાં રિપોર્ટ જ્યારે અપનાવવામાં આવી હોવાના કારણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહિત અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઇ ગયા છે. તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સભા દરમિયાન કેટલાક ચર્ચાસ્પદ નિવેદન પણ આપી રહા છે.
બીજી તરફ નીતિન પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી એવી પણ માહિતી આપી હતી કે સરકાર દ્વારા ખેડૂતો પર બોઝો પડે નહીં એટલા માટે ખાતરના ભાવમાં વધારા ની સામે સબસીડી નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાતરનું ઉત્પાદન કંપનીઓએ ખાતરના ભાવ બે દિવસ પહેલાં જ વધારો જાહેર કર્યો હતો તેનો બોઝો ખેડૂતો પણ ન પડે તે માટે ભારત સરકારે તાત્કાલિક નિર્ણય કરી ખાતરની સબસિડી મા વધારો કરી ખેડૂતો પર બોઝો આપવા દીધો નથી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન અલગ-અલગ મંચ પરથી જે નિવેદનો કરી રહ્યા છે તે નિવેદન ચર્ચામાં છે. ત્યારે હવે એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે તેમની પાસે કોઈ પણ હોદ્દો ન હોવાની વેદના પણ વ્યક્ત કરી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે યોજાયેલા એક ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમની વ્યથા ગુજરાતી ભાષા ની કહેવત કહીને વર્ણવી હતી. નીતિન પટેલ આ કહેવત કહીને ઘણું બધું પોતાના અલગ અંદાજમાં કહી દીધું છે. અગાઉ નીતિન પટેલ એક નિવેદનમાં કહ્યું હતું કે, ખરેખર જે લોકોના હદયમાં રાજ કરે તે જ સાચો નેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment