નવા મંત્રીમંડળની પસંદગી પર રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ સુરતમાં ખાનગી ચેનલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમના અનેક વાતોનો સ્વીકાર કરીને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પાર્ટી ના હિતમાં હું સત્ય વાત કરી રહ્યો છું.
સાચી હકીકતોથી પક્ષને વાફેફ કરવા એ મારી જવાબદારી છે.કાનાણી એ કહ્યું કે 2022 ની આગામી વિધાનસભા ચૂંટણીમાં વરાછા બેઠક જીતવી ખૂબ જ અઘરી છે.કારણ કે ભાજપના મતદારો ભાજપ થી વિમુખ થઈ રહ્યા છે.વરાછા હવે આપ નું એપી સેન્ટર બની રહ્યુ છે.
નવા મંત્રીમંડળમાં સુરતમાં ધારાસભ્યોને જ સ્થાન આપવામાં આવ્યું છે. તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આગામી વિધાનસભામાં સુરત શહેરમાં આપના વધતા દબદબાને કાબુમાં લેવાની એક રણનીતિ છે.
વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતે સ્વીકારે છે કે આગામી વિધાનસભામાં વરાછા બેઠક ખુબજ અઘરી છે.વરાછા બેઠક ઉપર જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારા ઉમેદવાર ની પંસદ કરવો પડશે તેવું તેમને સ્પષ્ટ કહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment