આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એક વખત ગુજરાતમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા માટે આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના ઘણા બધા કાર્યકરો અરવિંદ કેજરીવાલજી નું સ્વાગત કરવા માટે આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીએ અમદાવાદમાં ભારત માતા કી જય સાથે રિક્ષાચાલકો સાથે જાહેર સંવાદ કરતા કહ્યું કે, દિલ્હી અને પંજાબમાં રીક્ષા ચાલકો મને ખૂબ જ ચાહે છે અને હવે ગુજરાતના રીક્ષા ચાલકો પણ મને ખૂબ જ ચાહે છે. હું પણ તેમને ખૂબ જ ચાહું છું. હમણાં જ એક રીક્ષા ચાલે કે મને કહ્યું કે, તમે પંજાબમાં જમવા ગયા હતા, તો શું તમે અમારી સાથે જમવા આવશો? આ માટે આ જ સાંજે ઈશુદાન ભાઈ અને ગોપાલભાઈ સાથે હું રીક્ષા ચાલકના ઘરે જમવા જઈશ. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, હું રીક્ષા ચાલક ના ઘરે જમવા જઈશ ત્યારે તેને પૂછી કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, શું ક્યારેય ભાજપના કોઈ વ્યક્તિએ તમારી સાથે આ રીતે સામસામે આવીને વાત કરી છે? તમને માને આપ્યું છે? તમને આદર કર્યો છે? તમારા ઘરે જમવા આવ્યા છે? પરંતુ હું તમારું સન્માન કરું છું. અમે તમને અમારા ગણીએ છીએ. અમે તમને અમારા પરિવારનો એક ભાગ માનીએ છીએ.
વધુમાં અરવિંદ કેજરીવાલ જઈએ જણાવ્યું કે, ઓટો ડ્રાઇવર અમને ચાહે છે કારણ કે અમે તેમનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યારે બધા ઘરમાં જ રહેતા હતા, ત્યારે રીક્ષા ચાલક માટે કોઈ પેસેન્જર ન હતું, તેથી તમામ રીક્ષા ચાલકોને ઘરનો ખર્ચો ઉઠાવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. ત્યારે અમે દિલ્હીમાં તમામ રીક્ષા ચાલકોના ખાતામાં પહેલીવાર 5000 રૂપિયા અને બીજી વખત પણ 5000 રૂપિયા નાખ્યા હતા. એમ અમે કુલ 1.5 લાખ રિક્ષાચાલકોને બે વખત 5000 રૂપિયા આપ્યા હતા. જેથી તેમના ઘરે રોટલી દૂધ આવતું રહે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment