છેલ્લા 7 દિવસથી ફરાર ભાગેડુ દેવાયત ખવડ જીવે છે આવી લાઈફસ્ટાઈલ, ડિઝાઇનર ઘર અને કારનો શોખ જોઈને તમે પણ…શું પોલીસની હાથમાં આવશે દેવાયત..?

લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ભારે ચર્ચામાં છે. થોડાક દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને ધોળા દિવસે મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટના 7 ડિસેમ્બરના રોજ બની હતી. ઘટનાના ઘણા દિવસો થઈ ગયા છતાં પણ ભાગેલું દેવાયત ખવડ હજુ સુધી પોલીસની હાથમાં આવ્યો નથી.

રાણો રાણાની રીતે અને ઘોબા ઉપડી જશે જેવા ડાયલોગથી દેવાયત ખવડ લોકો વચ્ચે ફેમસ થયો હતો. આ કેસને લઈને પોલીસે પીડિતની ફરિયાદના આધારે દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે અમુક કલમો હેઠળ ગુનો નોંધીને તેમની શોધખોળ શરૂ કરી હતી. આ કેસને લઈને આગોતરા જામીન મળે તે માટે આગોતરા જામીન અરજી પણ દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે.

બીજી તરફ પીડિત મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીડિત મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈ પ્રદિપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું કે, દેવાયત ખવડને પોલીસ સાથે સાંઠગાંઠ છે. પોલીસ મારા ખિસ્સામાં છે તેવું દેવાયત ખવડ અને તેમના ભાઈઓ દ્વારા વાત કરવામાં આવી રહી છે.

જો છેલ્લા 48 કલાકમાં દેવાયત ખવડ ને પકડવામાં નહીં આવે તો મયુર સિંહ રાણા અને પરિવાર દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ બધી વાત મયુરસિંહ રાણાના પરિવારજનોએ કરી હતી. મિત્રો આરોપી દેવાયત ખવડના લાઈફ સ્ટાઈલ વિશે વાત કરીએ તો. તે એક ખૂબ જ આલિશા અને જીવન જીવે છે. ઘણી બધી મહેનત અને વર્ષોનો સંઘર્ષ બાદ તેને આ મુકામ હાસિલ કર્યો હતો.

પરંતુ પોતાની કોબાડ બોલીને કારણે તે હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહે છે. મિત્રો દેવાયત ખવડનું મૂળ ગામ તો દૂધઈ છે પરંતુ દેવાયત ખવડ રાજકોટમાં રહે છે. દેવાયત ખવડએ રાજકોટમાં આલી શાન મહેલ જેવું એક પોતાનું ઘર બનાવ્યું છે. જેના ઘણા વિડીયો અને ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. દેવાયત ખવડના ઘરની અંદર આલિશા અને ઝુમ્મર સાથે મીની થિયેટર અને રજવાડી ઇન્ટિરિયર જોવા મળે છે.

બોલીવુડના મોટા મોટા હીરોના ઘરને પણ ટક્કર આપે તેવું ઘર ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડે બનાવ્યું છે. દેવાયત ખવડને મોંઘી મોંઘી કારનો પણ ખૂબ જ શોખ છે. આજે દેવાયત ખવડને પોતાની ભૂલના કારણે પોતાનું આલિશા અને જીવન અને મહેલ જેવા આલિશાન ઘરને તાળું મારીને ભાગવું પડ્યું છે. આ ઘટનાને લઈને હાલમાં સોશિયલ મીડિયામાં અવારનવાર ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો શું દેવાયત ખવડ પોલીસની પકડમાં આવશે. પોલીસની પકડમાં આવશે તો તેને શું સજા મળવી જોઈએ તમે જ કહો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*