ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવરાત્રીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ તો ખૂબ જ મોટી મોટી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિના દિવસોમાં જગતજનની મા શક્તિની આરાધનામાં ભક્તો લીન બન્યા છે. ત્યારે આજે આપણે એક એવા ભક્ત વિશે જાણવાનું છે જે છેલ્લા ઘણા વર્ષોથી માતાજીની અનોખી ભક્તિ કરે છે.
બનાસકાંઠાના દલવાડા ગામના સુરેશ ચૌહાણ નામના વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી નવરાત્રીના નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે. સુરેશભાઈ નવરાત્રીના નવ દિવસ એક પગ પર ઉભા રહીને માં અંબાની આરાધના કરે છે. સુરેશભાઈ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે છેલ્લા 20 વર્ષથી નવરાત્રીના નવ દિવસ એક પગ પર ઉભા રહીને માતાજીની આરાધના કરે છે.
સુરેશભાઈ સતત નવ દિવસ સુધી એક પગ પર ઉભા રહી માત્ર દોરડાના સહારે, પાણી અને ચા પી સતત માળા જપે છે. તેઓ નવ દિવસ સુધી અન્નો એક પણ દાણો ગ્રહણ કરતા નથી. આવી જ રીતે તેઓ છેલ્લા 20 વર્ષથી માતાજીની ભક્તિ કરી રહ્યા છે. સુરેશભાઈ નવરાત્રિના નવ દિવસ સુધી ઉભા ઉભા દોરડાના સહારે સુવે છે. તેઓ સતત માતાજીના નામનું રટણ કરે છે.
સુરેશભાઈ પોતાની અનોખી ભક્તિ વિશે વાત કરતા જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન નકોરડા ઉપવાસ રાખીને 20 વર્ષથી શક્તિની સેવા કરીને કસ્ટ આપે છે. તેમના પર માતાજીની અસીમ કૃપા છે. માટે તેમની એક પણ વર્ષ તબિયત બગડી નથી. વધુમાં સુરેશભાઈએ કહ્યું કે, મારા કુટુંબ, પરિવાર, ગામ અને વિશ્વ કલ્યાણ અર્થે માતાજીની આરાધના કરી રહ્યો છું.
આવનારા સમયમાં પણ આ જ રીતે માતાજીની આરાધના કરતો રહીશ. મિત્રો આવી ભક્તિ કરવાની હિંમત બધામાં હોતી નથી. સુરેશભાઈ છેલ્લા 20 વર્ષથી નવરાત્રીના નવ દિવસ સુધી એક પગ પર ઉભા રહીને માતાજીની આરાધના કરે છે. પરંતુ હજુ એક પણ વખત સુરેશભાઈની તબિયત બગડી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment