આજના જમાનામાં બાળકો મહેનત કરીને પોતાના માતાપિતા નું નામ રોશન કરતા હોય છે. ત્યારે માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમના બાળકો ભણી ગણીને આગળ વધે અને મુકામ સુધી પહોંચી શકે તે માટે માતા-પિતા પણ મહેનત કરતા હોય છે.
ત્યારે આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરીશુ જ્યાં માતા-પિતાના ખુશીના આંસુ છલકાઇ આવ્યાં છે. આ ઘટના કલિયાગંજથી સામે આવી છે કે જ્યાં એક દીકરો આર્મીની ટ્રેનિંગ પૂરી થતાની સાથે જ ઘરે પરત આવ્યો છે. જ્યારે તે જોઈને તેની માતાના ખુશીના આંસુ છલકાઇ આવ્યાં.
તેની માતાનું સપનું હતું કે દીકરો આર્મીમાં જઈ અને આર્મીમાં જઈ ને માતા-પિતાનું નામ રોશન કરે જે સિદ્ધિઓ હાલા દીકરો પૂર્ણ કરીને આવ્યો છે. આ દીકરા નું નામ બાપાદિત્યા છે કે જે નું સપનું હતું કે ખૂબ જ મહેનત કરીને હું આર્મીમાં જોડાઇશ અને મારા માતા-પિતાનું નામ રોશન કરીશ અને આ દીકરો આર્મી માં જોડાઈ અને તેની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ફરી ઘરે આવ્યો.
ત્યારે ખૂબ લાંબા સમય સુધીની તેની પૂરી કરીને આવેલા બાળકને જોઈને તેની માતા રડી પડી અને પરિવારમાં ખુશી વ્યાપી ગઈ. જ્યારે પરિવારજનોને જાણ થઈ કે દીકરો ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહ્યો છે ત્યારે તેના માતા-પિતા અને પરિવારના બીજા લોકો દીકરા નું સ્વાગત કરવા માટે રેલવે સ્ટેશન પહોંચી ગયા.
ત્યારે દીકરો જ ટ્રેનમાં થી ઉતર્યો ની સાથે જ દીકરાની આર્મી ના યુનિફોર્મ જોઈને તેની માતા ભાવુક થઈ ગઈ અને ખુશીનો પાર ના રહ્યો અને માતા તો પોતાના દીકરાને ભેટીને રડી પડી ત્યારે કહી શકાય કે દીકરાની મહેનત આજે રંગ લાવ્યો છે.
માતા-પિતાનું નામ રોશન કર્યું. એટલું જ નહીં પરંતુ આ દીકરાનો નાનપણથી જ એવું સપનું હતું કે આર્મી માં જોડાય છે તેણે પૂર્ણ કર્યું ત્યારે તેને પણ ખુશીનો પાર ના રહ્યો અને આર્મીના યુનિફોર્મમાં જોઈને પરિવારજનો ગૌરવ અનુભવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment