અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં રોજ લાખોની સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવે છે. પ્રમુખસ્વામી નગરની મુલાકાતે આવનાર ભક્તોને સારું ભોજન મળી રહે તે માટે 30 જેટલી પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. જેમાં વિવિધ પ્રકારના નાસ્તાથી લઈને ભોજન સહિતની વસ્તુઓ મળે છે.
આટલો જ નહીં પરંતુ પ્રેમવતી સિવાય હરિભક્તોના ભોજન માટે એક વિશાળ કિચન બનાવવામાં આવ્યો છે. આ વિશાળ કિચનનું અદભુત મેનેજમેન્ટ જોઈને તમે પણ ચોકી ઉઠશો. અહીં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે ઉભા રહીને સેવા કરે છે. અહીં કરિયાણાથી લઈને માલ સામાનનો મોટો જથ્થો ભેગો કરવામાં આવ્યો છે. એક સાથે એટલો બધો જથ્થો તો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. મળતી માહિતી અનુસાર અહીં શાકભાજી થી લઈને ડેરી આઈટમ અલગ અલગ રાખવામાં આવી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે કિચનમાં ખૂબ જ સ્વચ્છતા પણ તમને જોવા મળશે. અહીંયા નું મેનેજમેન્ટ જોઈને તમે પણ ચોકી ઉઠશો. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવેલા અને 11 નંબરની પ્રેમવતી નું આયોજન સંભાળી રહેલા નિલેશભાઈ મીડિયા ને જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લહાવો લેવા માટે લાખો હરિભક્તો દેશ વિદેશથી અહીં આવે છે.
તેમને જણાવ્યું કે 600 એકરમાં બનાવેલું પ્રમુખસ્વામી નગરનું જમીનનું એક પણ રૂપિયો ભાડું લેવામાં આવ્યો નથી. અહીં આવતા લોકોને સરળતાથી અને સારું ભોજન મળી રહે તે માટે 30 જેટલી પ્રેમવતીઓ ઉભી કરવામાં આવી છે. અહીં જમવાની વાત કરીએ તો, સ્વામિનારાયણ ખીચડી, ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ અને ફાસ્ટ ફૂડમાં પીઝા આમ કુલ 100થી વધુ પ્રકારની વસ્તુઓ અહીં મળી રહે છે.
નિલેશભાઈ વધુમાં જણાવ્યું કે અહીં સૌથી વધુ આવતા હરિભક્તોની ડિમાન્ડ સ્વામિનારાયણ ખીચડી અને પિઝાની છે. નિલેશભાઈ વધુમાં જણાવ્યું કે 30 જેટલી પ્રેમ વતી માં દરરોજ 2500 કરતાં પણ વધુ લોકો મુલાકાતે આવે છે. અને અહીં આવતા લોકો સૌથી વધુ સ્વામિનારાયણ ખીચડી અને પીઝા ખાય છે. જેના કારણે માત્ર એક જ દિવસમાં 5 ટન જેટલી ખીચડી બનાવવામાં આવે છે.
નિલેશભાઈ જણાવ્યું કે દરરોજ એક લાખથી પણ વધારે લોકો અહીં મુલાકાતે આવે છે. આ લોકોને ભોજન મળી રહે તે માટે અમે સવારે ત્રણ વાગ્યાથી રસોડા શરૂ કરી દઈએ છીએ અને રાત્રે 10:00 વાગ્યા સુધી રસોડું ચાલુ રહે છે. 30 જેટલી પ્રેમવતીમાં 3900 જેટલા હરિભક્તો સેવા આપી રહ્યા છે. 1700 જેટલા હરિભક્તો પ્રોડક્શનની કામગીરીમાં જોડાયેલા છે બાકીના 2200 હરિભક્તો ફ્રુડ ડીસ્ટ્રિબ્યુશનને લઈને ફ્રુડ સપ્લાયમાં જોડાયેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment