જય શ્રી રામ..! ઇતિહાસમાં પ્રથમવાર UNO માં પૂજ્ય મોરારીબાપુ ની રામકથાનું થયું આયોજન, Ai વડે થશે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન

આજના સમયમાં હિન્દુ ધર્મ સંસ્કારો અને સંસ્કૃતિ માત્ર ભારત દેશમાં ને પરંતુ વિદેશના ખૂણે ખૂણે સુધી પ્રસરી રહી છે આજે ભારતીય ધર્મની તાકાત વિદેશના દેશો પણ પોતાના નજરે નિહાળી રહ્યા છે આ કારણથી જ આજના સમયમાં વિદેશની ધરતીમાં પણ અનેક ભાગવત કથા રામકથા તથા અન્ય કથાનું ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે આયોજન કરવામાં આવે છે આ માહોલ વચ્ચે પરમ પૂજ્ય રામકથાકાર મોરારીબાપુની કથા નું આયોજન યુનોમાં થવા જઈ રહ્યું છે આ સમાચાર માત્ર ધર્મપ્રેમી જનતા માટે નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ પરંપરા માટે ખૂબ જ ગર્વના છે.