DNT સમાજની એક રાજકીય ઓળખ ઊભી થાય છે અને એમને પણ એક મહત્વપૂર્ણ વોટ બેંકની રીતે રાજકીય પાર્ટીઓ જુવે, જેથી તેઓ પણ પોતાના સમાજના લોકોના અધિકારીઓ માટે પાર્ટીઓ સાથે આંખથી આંખ મિલાવીને વાત કરી શકે એના માટે ઘણા સમયથી તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, આજે માનનીય દક્ષિણભાઈ છારાના નેતૃત્વમાં વિચરતી જાતિ અને વિમુક્ત સમાજમાંથી 40 જેટલા સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે, પ્રતિનિધિઓ ઉપસ્થિત થયા છે, આ બધાનો હું આભાર માનું છું. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં હંમેશા એવું બન્યું છે કે જેની સંખ્યા વધારે હોય તેને બધા બોલાવે એને માન આપે પણ જેની સંખ્યા ઓછી હોય તેને કોઈ બોલાવતું નથી.
ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે રાજકારણના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભલે નાના સમાજના હોય પણ એનું સન્માન જરૂરી છે એ ભાવનાથી આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીની અંદર મત બધી જ પાર્ટીઓને જોઈએ છે, ગરીબોનો જોઈએ છે, અમીરનો પણ જોઈએ છે, અભણોને પણ જોઈએ છે, ભણેલાઓને પણ જોઈએ છે, મજૂરોને પણ જોઈએ છે, પણ ઈજ્જત આપવી નથી આ માનસિકતા 27 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતમાં રાખી છે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે પરંતુ હવે આમ આદમી પાર્ટીને મધ પણ વટથી જોતા છે અને દરેક સમાજને ઈજ્જત પણ વટથી આપવાની છે.
ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે હું આ સમાજના 40 આગેવાનો નો આભાર માનું છું અને સાથે અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું કે તેમણે એવું કહ્યું કે, આપણે દરેક સમાજના લોકોને આગળ લઈને ચાલવાનું છે. આપણે આમ આદમી પાર્ટીએ છીએ, જેથી પાસે ઘર ના હોય, પહેરવા ચંપલને કપડાના હોય આ એ જ લોકોની પાર્ટી છે. અહીં દરેક લોકોની ઈચ્છા છે કે ગરીબ નથી રહેવું.
પણ ગરીબી દૂર કરશે કોણ? સરકાર તરફથી આવી રહેલી લાખો ની યોજના ગરીબી દૂર નહીં કરે, ભાજપ કોંગ્રેસ જેવી પાર્ટીઓ ગરીબી દૂર કરી નહીં શકે, સરકાર તરફથી મળતા ઘઉં, ચોખા કે ખાંડ ગરીબી દૂર નહીં કરે, કોઈ ભાષણો તમારી ગરીબી દૂર નહીં કરે, જો ગરીબી દૂર કરશે તો એ તમારો પોતાનો સંતાન જ દૂર કરશે, તમારો દીકરો કે દીકરી ભણીને આગળ વધી તમારી ગરીબી દૂર કરશે. તમારો દીકરો ભણશે કે ગણશે ડોક્ટર બનશે અને આખા સમાજની ગરીબી દૂર કરવાનું કામ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment