PUBG ગેમ માટે 16 વર્ષના દીકરાએ જન્મ દેનારી માતાનો જીવ લઈ લીધો, 3 દિવસ સુધી દીકરો માતાના મૃતદેહ સાથે રહ્યો અને પછી કર્યું એવું કે…

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. એક 16 વર્ષના દીકરાએ જન્મ દેનારી માતાનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. દીકરાએ PUBG ગેમ માટે માતા પર પિસ્તોલ ચલાવીને માતાનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ ત્રણ દિવસ સુધી પોતાના માતાની મૃતદેહ સાથે દીકરો રહ્યો હતો.

એટલું જ નહીં પરંતુ પોતાની 10 વર્ષની બહેનને પણ ધમકાવીને રોકી રાખી હતી. ત્રણ દિવસ બાદ માતાને મૃતદેહ માંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી, ત્યારબાદ દીકરાએ પોતાના આર્મી અધિકારી પિતાને ફોન કરીને જણાવ્યું કે, તેને માતાનો જીવ લઈ લીધો છે. ત્યાર બાદ પિતાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ મંગળવારના રોજ ઘટનાસ્થળે પહોંચી હતી.

નવીન કુમાર સિંહ નામના આર્મી અધિકારી પશ્ચિમ બંગાળમાં પોસ્ટિંગ પર છે. તેમનું પરિવાર લખનઉમાં યમુનાપુરમ કોલોનીમાં રહે છે. ત્યાં તેમણે 40 વર્ષીય પત્ની સાધના, 16 વર્ષીય દીકરો અને 10 વર્ષની દીકરી રહે છે. મળતી માહિતી અનુસાર 16 વર્ષના દીકરાએ મંગળવારના રોજ રાત્રે પિતાને વિડીયો કોલ કરીને જણાવ્યું હતું, તેણે માતાનો જીવ લઈ લીધો છે.

વિડીયોકોલમાં તેને માતાનું મૃત્યુ દેખાડ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ તેના એક સંબંધીને કરી હતી અને તેને તાત્કાલિક પોતાના ઘરે મોકલ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર 16 વર્ષનો દીકરો મોબાઈલમાં PUBG ગેમ રમવાની ટેવ ધરાવતો હતો.

શનિવારના રોજ રાત્રે એ જ્યારે ગેમ રમી રહ્યો હતો, ત્યારે તેની માતાએ તેને ગેમ રમતા અટકાવ્યો હતો. આ વાતોથી દીકરો નારાજ થઈ ગયો હતો. જેને લઇને ગુસ્સામાં આવીને દીકરાએ રાત્રે 2 વાગ્યાની આસપાસ માળિયામાંથી પોતાના પિતાની પિસ્તોલ ઉતારી અને પિસ્તોલ પોતાની માતા પર ચલાવી દીધી હતી.

આ કારણોસર માતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ 16 વર્ષના દીકરાએ પોતાની બહેનને કરાવીને એક રૂમમાં બંધ કરી દીધી હતી.  ત્રણ દિવસ બાદ માતાના મૃતદેહ માંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી તે માટે દીકરાએ પોતાના પિતાને વિડીયો કોલ કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરી.

ત્યારબાદ પોલીસ મંગળવારના રોજ રાત્રે ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. ત્યારબાદ પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 16 વર્ષના દીકરાને કસ્ટડીમાં લઇ ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*