વરસાદી માહોલ જામતા જ આવી આકાશી આફત, પાટણમાં ઘરની બહાર નીકળતા જ મહિલા પર વીજળી પડી, મહિલાનું કરૂણ મૃત્યુ…

Published on: 12:59 pm, Wed, 8 June 22

ગુજરાત રાજ્યમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ગઇકાલે હારીજના રોડા ગામમાં વરસાદી ઝાપટા સાથે વીજળી પડી હતી. વીજળી પડતા એક મહિલાનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. ગઈકાલે ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ગઈકાલે ઉત્તર ગુજરાતમાં બપોરના સમયે કાળઝાળ ગરમી હતી. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.  વાતાવરણમાં પલટો આવતા જ પાટણમાં વારાહીમાં 26 કિલોમીટર દૂરથી ભારે પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો.  ત્યારે હારીજના રોડા ગામે ખેતરમાં રહેતા વરશુમજી ગણેશજીનાં પત્ની રીમુબેન ઠાકોર સાંજના સમયે ઘરની બહાર નીકળ્યા હતા.

આ દરમિયાન રીમુબેન પર વીજળી પડી હતી. આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. રીમુબેનના મૃત્યુના કારણે તેમના પરિવાર અને ગામના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના સંબંધીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા. એક તરફ ગામમાં વરસાદની ખુશી હતી. ત્યારે બીજી તરફ રીમુબેનનું મૃત્યુ થતાં ગામમાં માતમ છવાઈ ગયું હતું.

ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ શકે છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ભીમ અગિયારસ બાદ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં દક્ષિણગુજરાત, વલસાડ અને નવસારી સહિત અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાતા જ વરસાદી માહોલ સર્જાયો છે. એટલું જ નહીં પરંતુ કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે હળવો વરસાદ પડી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીમાં દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ગઈકાલે વીજળી પડવાના કારણે બે લોકોના મૃત્યુ થયા હતા. તેવી માહિતી સામે આવી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વરસાદી માહોલ જામતા જ આવી આકાશી આફત, પાટણમાં ઘરની બહાર નીકળતા જ મહિલા પર વીજળી પડી, મહિલાનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*