Pહાલમાં વડોદરામાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઊઠે છે. મળતી માહિતી અનુસાર વડોદરામાં એક માતાએ પોતાના પ્રેમી માટે પોતાની 13 વર્ષની પુત્રીની હાલત કરી નાખે તમે વિચારી પણ નહીં હોય. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ પોપટ સાત સુધારવા બેઠેલી માતા સાથે દીકરીને માથાકૂટ થઇ ગઇ હતી.
માથાકૂટ એટલી વધી ગઈ કે માતાએ ધારદાર વસ્તુ વડે પોતાની દીકરી પર 20 વખત પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, તેની સારવાર માટે તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના વડોદરાના આજવા રોડ પર બની હતી. 2013માં મહિલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ મહિલા પોતાની દીકરી સાથે આજવા રોડ પર રહેવા લાગી હતી. ઓનલાઇન વ્યવસાય દ્વારા મહિલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
મળતી માહિતી અનુસાર બે વર્ષ પહેલાં 39 વર્ષીય મહિલાને એક યુવક સાથે ઓનલાઇન આ વ્યવસાયમાં પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધી ગઈ હતી. માતા અને તે યુવક બન્ને એક બીજાના પ્રેમ સંબંધમાં હતા. પરંતુ માતાને લાગતું હતું કે તેની દીકરી અને તેનો પ્રેમી ધીમે ધીમે નજીક આવતા જાય છે.
જેને લઇને માતા અને દીકરી વચ્ચે સતત માથાકૂટ થતી હતી. ત્યારે મંગળવારના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ માતા શાક સુધારી રહી હતી. ત્યારે તેને પોતાની દીકરી સાથે માથાકુટ થઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે ઉશ્કેરાઇને માતાએ ધારદાર વસ્તુ વડે પોતાની દીકરી પર પ્રહાર કર્યા હતા. ત્યારબાદ માતા ઈજાગ્રસ્ત હાલતમાં પોતાની દીકરીને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર પોતાની સગી દીકરી પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા બાદ માતાએ બે વખત કંટ્રોલરૂમમાં ફોન કર્યા હતા. ફોનમાં જણાવ્યું હતું કે મેં મારી દીકરીનો જીવ લઈ લીધો છે. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઈજાગ્રસ્ત ગયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment