અયોધ્યા નગરીમાં આવતા ભાવિકોને વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સાવ નિશુલ્ક ભાવે ભોજન આપવામાં આવી રહ્યું છે. દરરોજ હજારો ભક્તો સવાર બપોર અને સાંજે ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે
અને આપને જણાવી દઈએ કે વડતાલના દેવ પ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી અને સત્સંગ મહાસભાના અધ્યક્ષ ગૌતમ સ્વામીના હસ્તે ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વડતાલ મંદિરે ભોજન પ્રસાદી માટે દોઢ મહિના પહેલેથી જ વિશેષ આયોજન કર્યું હતું
તેમાં સતત 30 દિવસ સુધી 25 લાખથી વધારે ભક્તોને નિશુલ્કા ભોજન સેવાનો લાભ લેશે તેઓ અનુમાન છે.મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં સેવા માટે પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયની વ્યવસ્થા કૌશલ્ય અયોધ્યાના ભંડારામાં દેખાય છે અને સંપ્રદાયના સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી 100 થી વધુ સેવકો ની ટીમ સાથે
વડતાલ વતીરામ સેવકોની સેવામાં રોકાયેલા છે.ગુજરાતની જાણીતી સંસ્થા આપાગીગા આશ્રમ સતાધારના મહંત વિજય બાપુની સેવા ને પણ બિરદાવામાં આવી રહી છે કારણ કે સતાધાર આશ્રમ દ્વારા પાંચ મી માર્ચથી 15 માર્ચ સુધી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવનાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment