જીવનમાં થોડા ઘણા તણાવને કારણે ઘણા લોકો આલ્કોહોલ પીવાનું અને ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દે છે.જેના કારણે દાંત પર ખુબજ ગંભીર અસર થાય છે. જાગૃતિના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં દાંતની સમસ્યા વધુ છે. શહેરોમાં જંક ફૂડ અને અન્ય કેટલીક ખરાબ જીવનશૈલીની આદતોને કારણે દાંતમાં ખરાબ સમસ્યા સર્જાય છે.બિનઆરોગ્યપ્રદ આહાર અને ખાદ્યપદાર્થોમાં વધુ ખાંડના કારણે લોકો દાંતના રોગોનો પણ શિકાર બની રહ્યા છે.
દાંતની સંભાળ રાખવાની આ મહત્વની ટિપ્સ
1. દિવસમાં બે વખત બ્રશ કરો.
2. જ્યાં બ્રશ ન પહોંચી શકે ત્યાં ફ્લોસિંગ દ્વારા દાંત ને સાફ કરો.
3. વધુ પડતી સુગર ખાવાનું ટાળો. સ્ટાર્ચયુક્ત ખોરાકથી પણ દાંતને નુકસાન થઈ શકે છે
4. જીભને પણ નિયમિત રીતે સાફ કરો.
5. કોઈપણ અસામાન્ય સંકેતોને અવગણશો નહીં. જો પેઢામાં સોજો આવે અથવા લોહી નીકળતું હોય, તો દંત ચિકિત્સકની સલાહ લો.
6. દર 6 મહિને તમારા દાંતની તપાસ કરાવો. દાંતની સફાઈ ખૂબ જ જરૂરી છે.
દૂધની બોટલ બાળકોના દાંતને નુકસાન પહોંચાડી શકે છે. માતાઓએ ખોરાક લીધા પછી સ્વચ્છ કપડાથી બાળકોના પેઢા અને દાંત સાફ કરવા જોઈએ.જો આમ ન કરવામાં આવે તો દાંતની સમસ્યાઓ થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment