કેરળમાં ભારે વરસાદના કારણે 5 જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિ સર્જાય છે. કોટ્ટાયમ, પથનમથિટ્ટા, એર્ણાકુલમ, ઈડ્ડુક્કી અને ત્રિશૂરમાં ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર કોટ્ટાયમ જિલ્લાના કૂટીકલ ભૂસ્ખલનના કારણે 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર હજુ પણ 14 લોકો ગુમ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વિવિધ જિલ્લાઓમાં પુરની સ્થિતીના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ પર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે અને તેમાં લોકો ફસાયા છે. આ ઉપરાંત કોટ્ટાયમમાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયું હતું તે કારણોસર પાણીમાં એક કાર ફસાઈ ગઈ હતી.
કેરળમાં જળ પ્રલય : પૂરના કારણે બસ અને કાર ડૂબી પાણીમાં, અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુ, 22 લોકો ગુમ… pic.twitter.com/sqDrx5LevE
— GUJJU ROCKZ (@gujju_rockz) October 17, 2021
ત્યાર બાદ લોકોએ તેને ધક્કો લગાવે ને ઉંડા પાણીમાંથી બહાર કાઢી હતી. આ ઉપરાંત અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પાણીમાં એક બસ ડૂબી રહી હતી ત્યાર બાદ લોકોએ બસ સાથે દોરડું બાંધીને મહામહેનતે બસને પાણીમાંથી બહાર કાઢી હતી.
આ ઉપરાંત મોસમ વિભાગ દ્વારા કેરળમાં 17 અને 18 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ શનિ અને રવિવારના રોજ સમુદ્રમાં ન જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`
Be the first to comment