વરસાદે વિદાય લેતા જ અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી,ફરી એકવાર આફતના એંધાણ!

Published on: 12:13 pm, Sun, 17 October 21

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સવારમાં ગુલાબી ઠંડીની મહેક જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વાવાઝોડા અને કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે મોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વાવાઝોડા જોવા મળી શકે છે.ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.

આજની આગાહી પહેલા કરેલ આગાહી મુજબ આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનામાં 2 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચક્રવાત એટલે કે વાવાઝોડું જોવા મળશે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની સત્તાવાર જાહેરાત 12 ઓક્ટોબરના રોજ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર સહિત બપોરે તડકો અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વરસાદે વિદાય લેતા જ અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી,ફરી એકવાર આફતના એંધાણ!"

Leave a comment

Your email address will not be published.


*