કોરોના મહામારી ના કારણે ગત વર્ષે શાળા બંધ રહેવાથી ખાનગી શાળાઓના ફી માં 25 ટકા કાપ મૂકવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. આ વખતે પણ હાલની પરિસ્થિતિ જોતા શાળાઓ બંધ રાખવાનો સરકારે આદેશ આપેલો છે જેથી આ વર્ષે પણ ખાનગી શાળાઓમાં વાલીઓને રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રાજ્યના વિવિધ વાલી મંડળ દ્વારા ખાનગી શાળાઓની ફી માં 50 ટકાની રાહત આપવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત વાલી મંડળ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરાય છે કે, રાજ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લીધે નાગરિકોની આર્થિક તેમજ સામાજિક નુકસાન થયું છે.હાલ લોકો પાસે ધંધા-રોજગાર અને આવકનો સ્ત્રોત ઓછો થઈ ગયો છે.
આવી પરિસ્થિતિમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફી કે એફ આર સી ના ટ્યુશન મુજબ થાય તેવી વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે.
ગત વર્ષે વાલી મંડળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક પીઆઈએલ કરવામાં આવી હતી અને હાઇકોર્ટના હુકમ કર્યો હતો કે સરકાર વાલીઓને રાહત આપે.
આવી પરિસ્થિતિ વચ્ચે શાળાના કર્મચારીઓના પગાર ચૂકવવા, શાળા બિલ્ડીંગના લોનના હપ્તા ભરવા, શાળા સંકુલ નો નિભાવ ખર્ચ વગેરે શાળાઓને મુશ્કેલી પડી રહી છે આથી સેલ ફાઈનાન્સ શાળાઓમાં બંધ થવાની શરૂઆત થઇ ગઇ છે.
જેના કારણે હજારો કર્મચારીઓ બેકાર બનશે. આ સંજોગોમાં શાળા કર્મચારીઓને પગાર અને શાળા નિભાવ માટે રાહત પેકેજ જાહેર કરવું જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment