ગુજરાત પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ જે રીતે ગુજરાતનું વાતાવરણ બદલાયું છે તે જોતા લોકોને ટૌકટે વાવાઝોડું યાદ આવી ગયું છે અને ગુજરાતના દરિયાકાંઠાને હવે જવાદ વાવાઝોડું ધમરોળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાર ડિસેમ્બરે ગુજરાતમાં વધુ એક વાવાઝોડું આવી શકે છે.
જવાદ નામનું વાવાઝોડું ચક્રવાતી તોફાન નું રૂપ લઇ શકે છે અને તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે.ભારતના હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ વાવાઝોડું ધીમે ધીમે વેગ પકડી ને ભારત તરફ નજીક આવી રહ્યું છે.
આ વાવાઝોડું ખૂબ મોટુ અને મહાકાય છે.જેના ઘેરાવા નો વિસ્તાર ઘણા કિલોમીટર નો છે.આ વાવાઝોડાના કેન્દ્ર બિંદુ જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં બધું જ બરબાદ થઈ જશે તેવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે.
જવાદ વાવાઝોડાને પગલે ઓરિસ્સાને અંદર દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે જ્યારે એની સિવાય આવાવાઝોડું જે રાજ્યમાં સોસરું પડશે તે રાજયને પણ ભારે હાલાકીનો ભોગ બનવું પડશે.વાવાઝોડાના પગલે 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાય છે.
2 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે.આ બાદ આગામી દિવસો માં ઠંડીનું પ્રમાણ વધશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment