સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત માં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ગત દિવસોમાં રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી.
રાજસ્થાન, પાકિસ્તાનમાં સરક્યુલેશનની અસર સીધી ગુજરાતમાં જોવા મળશે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર.
આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, કચ્છ, સુરત, નર્મદા, ડાન્સ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.
તેઓ ની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી થતા જગતનો તાત ફરી એકવાર ચિંતામાં બેઠો છે. હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment