હિન્દુ માન્યતા અનુસાર દ્વારકા શહેરની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણએ કરી હતી અને તેમના દેહ ત્યાગ બાદ તે દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી. દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળમાં પેટાળ માં સમાઈ ગઈ હતી અને તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે
પરંતુ તેની આસપાસનું અનુમાન ચોક્કસથી મૂકી શકાય તેવા પુરાવા છે.ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં સંશોધન અને ઉત્ખનન નું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાંથી કેટલીક રસપ્રદ ચીજો તથ્યો બહાર આવ્યા છે.
પક્ષિમી દેશોમાં એટ્લાટીક્સના ડૂબી જવાની માન્યતાઓ છે ત્યારે પ્લેટો એ આદત તથા ને રસાળ શૈલીમાં પ્રચલિત બનાવી છે.વર્ષ 1989 ની આસપાસ દરિયાના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવતા દરિયાઈ વનસ્પતિ અને રેતીની નીચે લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા
જે કોઈ ઢાંચાના ભાગરૂપ હોવાનું સંશોધકો માને છે અને આ સિવાય માટીના વાસણ ઘરેણાં મુદ્રા પણ મળી આવ્યા હતા અને ઓમાન બેહરીન તથા મેસોપોટેમીયામાં પણ આ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે.આપને જણાવી દઈએ કે 500 કરતા પણ વધારે અવશેષો મળ્યા છે ને આ રીતે પ્રદાર્થોનું કાર્બન ડેબિંગ કરાયું તેના પરથી સાબિત થયું છે
કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કા વાર વિકસી હશે અને તે ઈસુ પૂર્વે 2000 વર્ષ જૂની છે. ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડો. રાજીવ નિગમ કહે છે લગભગ 15000 વર્ષ પહેલા દરિયાની સપાટી અત્યારે છે તેના કરતાં 100 મીટર નીચે હતી તે પછી દરિયાની સપાટી ફરી થોડી ઊંચી થઈ ગઈ અને 7000 વર્ષ પહેલા અત્યારે છે તેના કરતાં પણ તે ઉપર થઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment