ગુજરાત રાજ્યમાં અન્ય ધોરણના વર્ગ શરૂ કરવાને લઈને જાણો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કરી મોટી જાહેરાત.

ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યની શાળા અને કોલેજોમાં 6616 અધ્યાપકો ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી અભિયાન શરૂ કરશે.

અને કુલ મળી 6616 શિક્ષક સહાયક અને અધ્યાપકો સહાયકોની ભરતી કરવામાં આવશે.તેઓએ કહ્યું કે રાજ્ય સરકાર આગામી સમયમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા કરવા જઈ રહી છે અને આ પૈકી કોલેજમાં અધ્યાપક સહાયક ની જગ્યાએ 927 ની ભરતી કરાશે.

જ્યારે અનુદાનિત માધ્યમિક વિભાગમાં શિક્ષક સહાયક ના જગ્યાઓ પર 2307 ની ભરતી કરાશે.અન્ય ધોરણો ખોલવા માટે સરકાર યોગ્ય સમયે વિચારશે અને ધોરણ 10 અને 12 ની જેમ અન્ય ધોરણોના વર્ગ પણ શરૂ કરવામાં આવશે.

તબક્કાવાર શાળાઓ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં બોર્ડ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરવામાં આવશે.સરકારને અધ્યાપકો ભરતીને લઈને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે

ગુજરાતમાં બેરોજગારી વધી છે અને સરકાર માત્ર કાગળ પર જાહેરાતો કરે છે.સરકાર પાસે અપેક્ષા છે કે માત્ર જાહેરાત ન કરે અને ભૂતકાળમાં અનેક પરીક્ષાઓની જાહેરાત થઇ છે પરંતુ હજુ નોકરી અપાઈ નથી. જે પરીક્ષાઓ લેવાય છે તેના પરિણામો હજુ સુધી આવ્યા નથી અને સરકાર માત્ર જાહેરાત કરીને છટકી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*