ખેડૂત આંદોલન ચાલુ રહેવા ને લઇને ખેડૂતોએ કહ્યું કે જો કેન્દ્ર બળજબરી કરશે તો…

Published on: 11:10 am, Wed, 13 January 21

નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને આંશિક રાહત આપતા સુપ્રીમ કોર્ટે આ કાયદાઓ પર કામચલાઉ સ્ટે મૂકી દીધો છે.તેઓ ચાર સભ્યોની સમિતિની નિમણૂક કરી છે અને સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ દિલ્હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોને આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

ખેડૂતો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નિરાશ છે અને તેમને કોઈ રાહત મળી નથી. ખેડૂતોએ કહ્યું કે આ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે.કૃષિ આંદોલન ચાલુ રાખવા ને લઇને ખેડૂતોએ કહ્યું કે કેન્દ્ર સરકાર બળજબરીપૂર્વક આંદોલન સ્થળેથી હટાવશે.

તો દસ હજારથી વધુ ખેડૂત લોકોના મોત થઈ શકે છે તેવી ચેતવણી ખેડૂતોએ આપી હતી.કૃષિ કાયદાઓ પર સ્પ્રે મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા ખેડૂત સંગઠનોએ આંદોલન બંધ કરવાનો ધરાર ઈનકાર કરી દીધો છે.

ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે, તેમણે સરકાર અને સુપ્રીમ દ્વારા નિયુક્ત સમિતિમાં કોઈ વિશ્વાસ નથી. આ સમિતિના બધા જ સભ્યો સરકાર અને કૃષિ કાયદાના સમર્થકો છે. જો કૃષિ કાયદાના સમર્થનની જાહેરમાં વકીલાત કરી ચૂક્યા છે.

સરકારના જે ઇરાદા છે તે સમિતિના પણ તે જ ઇરાદા છે. સમિતિ નો અર્થ મુદ્દાને અભરાઈએ ચઢાવી દેવાનો છે. ખેડૂત સંગઠનો સુપ્રીમ કોર્ટે બનાવેલી સમિતિ સમક્ષ હાજર નહીં થાય.મોદી સરકારે લાગુ કરેલા નવા ઘૂસી કાયદાઓ રદ કરવા માટે.

દિલ્હી સરહદ પર આંદોલન કરી રહેલા ખેડૂતોને રાહત આપવાના હેતુથી સુપ્રીમ કોર્ટે મંગળવારે વિવાદાસ્પદ નવા ત્રણ કૃષિ કાયદાઓ પર સ્ટે મૂકી દીધો છે પરિણામે સુપ્રીમ કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી લઘુતમ ટેકાના ભાવ ની વર્તમાન વ્યવસ્થા ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!