કોરોનાવાયરસ ના કારણે હજુ સુધી ઘણા રાજ્યોમાં શાળાઓ અનલૉક થઇ શકી નથી. હવે રાજ્ય સરકાર પર દબાણ વધી રહ્યું છે ત્યારે આવનારા વર્ષ થી અમુક રાજ્યમાં શાળાઓ ખુલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. કોરોનાવાયરસ ના કહે ની વચ્ચે ધીમે ધીમે રાજ્યમાં શાળાઓ ખુલે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભારતમાં કોરોનાવાયરસ માનસિક રાહત મળી છે જેમાં રોજના ત્રીસ હજાર જેટલા કેસો આવી રહ્યા છે.મહારાષ્ટ્ર હરિયાણા અને બિહાર જેવા અમુક રાજ્યોમાં સાવ કરી દેવાય છે તો ક્યાંક આવતા મહિને શરૂ થવા જઈ રહી છે.
ઉતરાખંડ માં શાળાઓ ૧૫ ડિસેમ્બરથી ખૂલશે ત્યારે હરિયાણામાં સોમવારથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે અને આવનારી 21મી તારીખે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવા જઇ રહી છે. મહારાષ્ટ્રમાં શાળાઓ ખૂલી ગઈ છે ત્યારે ઓડીશા સરકાર જલ્દી શાળા ખોલવા માટે નિર્ણય લઈ શકે છે.
કોરોનાવાયરસ ના પ્રકોપને જોતા હાલમાં શાળા કરવાની આ રાજ્યોમાં સંભાવના નથી જેમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમમાં નો સમાવેશ થાય છે.ગુજરાતમાં પણ નવેમ્બર મહિનામાં શાળા ખોલી દેવાનો નિર્ણય લીધો હતો.
જોકે કોરોના કેસમાં વધારો જોતા છેલ્લે છેલ્લે નિર્ણય બદલી દેવામાં આવ્યો હતો અને હાલમાં સરકાર કોરોના ની પરિસ્થિતિ ને સુધારવા ની રાહ જોઈ રહી છે અને જોતા આગામી સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment