ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી એ કરી આ મોટી જાહેરાત.

287

રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો છે અને જેના કારણે બેવડો ઋતુનો લોકોને અનુભવ થઈ રહ્યો છે.છૂટાછવાયા વરસાદથી રાજ્યમાં શ્રાવણ જેવું વાતાવરણ સર્જાયું છે અને ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારા ને મોટું નુકસાન થયું છે.આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી એ ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન અંગે મહત્વનું મોટું નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે,ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી માં ચાલતા ખેડૂત આંદોલન અંગે બોલતા તેમને જણાવ્યું, ખેડૂત આંદોલન ના બાને વિરોધ પક્ષો રાજકીય રોટલા શેકી રહ્યા છે.

ચોમાસા દરમિયાન સતત વરસાદથી ખેડૂતોના તલ, મગફળી, કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.હજી તો તેની પણ નથી વળી ત્યાં શિયાળા પાકનું વાવેતર કરતાં.

જ વરસાદ પડતા જગતના તાત ચિંતામાં ગરકાવ થયો છે. હાલના ભારે વરસાદથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!